Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

મનહરપુરમાં વૃધ્‍ધા મણીબેન સાગઠીયાના ઘર પર સતત ત્રીજીવાર સોડા બોટલોના ઘાઃ તોડફોડ

અગાઉ વૃધ્‍ધાના દિકરાને વિનય ઉર્ફ ભુરા ઉકેડીયાએ છરી ઝીંકી હતી તેની પોલીસ ફરિયાદ કરતાં ખાર રાખી માથાકુટઃ એટ્રોસીટી હેઠળ યુનિવર્સિટી પોલીસની કાર્યવાહી

તસ્‍દ્રડરમટં જપ મકટન પર બીંટફ્રીંનટ ઘ્‍ટટ થદ્રટથડ બટરડઅીંમટં ન&કચટન થય&ં તપ દ્રશ્‍યીં તથટ છ&મફ્રટખીંરીં ચડચડટડદ્રડ કપમપરટમટં કપદ થયટ છતટં તપ પણ્‍ટ જાપઇ ફ્‌કટય છપ

રાજકોટ,તો ૧ : જામનગર રોડ મનહરપુર-૧માં અગાઉ થયેલી માથાકૂટનો ખાર રાખી વૃધ્‍ધાના ઘર ઉપર સોડા બોટલના ઘા કરી અપમાનીત કરી તોડફોડ કરનારા બે શખ્‍સો સામે ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ જામનગર રોડ પર મનહરપુર-૧ દ્વારકાધીશ પેટ્રોલ પંપ સામે રહેતા મણીબેન જેઠાભાઇ સાગઠીયા (ઉવ.૭૦)એ યુનિવર્સિટી પોલીસ મથકમાં મનહરપુર-૧માં રહેતો વિનય ઉર્ફે ભુરો ઉકેડીયા તથા અજાણ્‍યા શખ્‍સ સામે ફરિયાદ નોંધાવી છે. મણીબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે પોતાને સંતાનમાં છ પુત્ર છે. તમામ સોસાયટીમાં જ રહે છે.

રાત્રે પોતે ઘરમાં સુતા હતા ત્‍યારે મોડી રાત્રે કાચ તુટવાનો અવાજ થતા પોતે જાગી ગયેલ અને પુત્રવધુ પણ જાગી ગયા હતા. ઘરમાં કાચ તુટવાનો ખૂબ જ અવાજ થતો હોય ત્‍યારે પોતે બારીમાંથી જોતા ઘરની બહાર એક એકટીવા પર બે શખ્‍સો તેની પાસે રહેલ કાચની સોડા બોટલના કેરેટમાંથી કાચની સોડાની બોટલના છૂટ્ટા ઘા કરતા હતા. તેમાં એક શખ્‍સ સોસાયટીમાં જ રહેતો  વિનય ઉર્ફે ભુરો ઉકેડીયા હતો. બાદ પોતે ઘરની બારી થોડી ખોલીને ‘કોણ છે ? ઉભો રહે' તેમ કહેતા વિનય પોતાને જ્ઞાતી પ્રત્‍યે અપમાનીત કરી ગાળો આપી ‘બહાર આવે તમને અહી રહેવા નથી દેવા' તેમ કહી બંને એકટીવામાં ભાગી ગયા હતા. બાદ પોતે બહાર નીકળી જોતા ઘરની આગળની દીવાલમાં લગાવેલા કાચ તુટી ગયા હતા. અને ઘરના હોલમાં કાચ તથા તુટેલી બોટલો વેરવિખેર પડેલી હતી. બાદ બાજુમાં રહેતો પૌત્ર દીક્ષીત અને મોટા દીકરા નાનજીભાઇને બોલાવ્‍યા હતા અને પુત્ર નાનજીભાઇએ ૧૦૦ નંબરમાં ફોન કરતા પોલીસની ગાડી આવી ગઇ હતી. બાદ પોતે યુનિવર્સિટી પોલીસ મથકે જઇ ફરિયાદ નોંધાવતા એ.એસ.આઇ ડી.વી.બાલાસરા સહિત વિનય ઉર્ફે ભુરો ઉકેડીયા તથા અજાણ્‍યા શખ્‍સ સામે તોડફોડ તથા એટ્રોસીટી એકટની કલમ હેઠળ ગુનો દાખલ કરી એસીપી એમ.આર. શર્માએ તપાસ હાથ ધરી છે. આ બનાવમાં   ચાર મહિના પહેલા આરોપી વિનય અને તેના સાગરીતોએ મોટા દીકરા નાનજીભાઇ પર છરી વડે હુમલો કર્યો હતો. તે બાબતે વિનય વિરૂધ્‍ધ ફરિયાદ કરી હોય, તે બાબતનો ખાર રાખી ત્રણેક મહિલા પહેલા વિનયે બે વખત કાચની સોડા બોટલોના ઘા કરી તોડફોડ કરી હતી. એ જ રીતે રાત્રે પણ વિનય સહિત બે શખ્‍સોએ ફરી સોડા બોટલના ઘા કરી ઘરમાં તોડફોડ કરી અંદાજે ૧,૫૦,૦૦૦નું નુકસાન કર્યું હોવાનું જાણવા મળ્‍યુ છે.

(4:13 pm IST)