Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

રૂા.૮ લાખનો ચેક પાછો ફરવાના કેસમાં જમીન-મકાનના ધંધાર્થીને એક વર્ષની સજા

રાજકોટ તા. ૧: રૂા. ૮ લાખના ચેક રીટર્નના કેસમાં કુવાડવા રોડના જમીન મકાનના ધંધાર્થી કુમન વેકરીયાને એક વર્ષની સજા અદાલતે ફરમાવી હતી.

રાજકોટમાં રહેતા અને જમીન-મકાન લે-વેચનું કામકાજ કરતા જગદીશભાઇ મંડીરએ રાજકોટની અદાલતમાં નેગોશ્‍યેબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટ હેઠળ ફરીયાદ નોંધાવેલ કે તેમના મીત્ર અને વર્ષોથી સંબંધ હોય અને જમીન મકાનનું કામકાજ કરતા કુમનભાઇ રઘુભાઇ વેકરીયા ઠ.ે મારૂતીનગર, કુવાડવા રોડ, રાજકોટને ધંધાકીય કામમાં મદદરૂપ થવા વર્ષ ર૦૧પમાં ચેક તથા રોકડ મારફત સંબંધના દાવે વિશ્વાસ મુકીને રૂા.૧૦,૦૦,૦૦૦ હાથ ઉછીના આપેલ હતા અને જે રકમની થોડા સમય બાદ માંગણી કરતા કુમનભાઇએ સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડીયાનો ચેક રૂા.૮,૦૦,૦૦૦ નો સહી કરીને આપેલ જે ચેક ફરીયાદી જગદીશભાઇએ પોતાની બેંકમાં રજુ રાખતા ‘ફંડસ ઇનસફીસ્‍યન્‍ટ'ના શેરા સાથે પરત ફરેલ જેથી ફરીયાદીએ પોતાના એડવોકેટ મારફત નોટીસ આપવામાં આવેલ અને ત્‍યારબાદ અદાલતમાં સદરહું કેસ દાખલ કરવામાં આવેલ હતો.

સદરહું કેસમાં અદાલત દ્વારા સમન્‍સ ઇસ્‍યુ કરવામાં આવેલ અને તહો. કુમનભાઇ પોતે અદાલતમાં હાજર થયેલ અને ત્‍યારબાદ તેઓએ વકીલ પણ રોકેલ હતા અને કેસ ચાલવા ઉપર આવેલ હતો. સદરહું કેસમાં ફરીયાદી દ્વારા વુદા જુદા દસ્‍તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવેલ હતા. અને આરોપી દ્વારા પણ અલગ અલગ રજુઆતો કરવામાં આવેલ હતી. અને અદાલત દ્વારા સદરહુ કેસ ચાલેલ હતો ત્‍યાર બાદ અદાલત દ્વારા સમગ્ર દસ્‍તાવેજી પુરાવાઓ અને જુબાનીઓનું મુલ્‍યાંકન કરવામાં આવેલ હતું. સદરહું કામમાં ફરીયાદ પક્ષ દ્વારા રજુઆત કરવામાં આવેલ કે ચેક મુજબની રકમ આરોપી દ્વારા ફરીયાદીને ચુકવવામાં આવેલ નથી. નામદાર ઉચ્‍ચ અદાલતોના વિવિધ ચુકાદાઓ અને કાયદાકીય બાબતોને ધ્‍યાને રાખી અદાલત દ્વારા માનવામાં આવેલ કે આર્થિક વ્‍યવહાર દેશની અર્થવ્‍યવસ્‍થા જીવન રેખા સમાન છે અને દાખલારૂપ સજા થાય અને ફરીયાદીને યોગ્‍ય ન્‍યાય વળતર મળે તે મુજબ નેગોશ્‍યેબલ એકટની કલમ-૧૩૮ ના ગુન્‍હા સબબ એક વર્ષની સાદી કેદની સજા તથા સી.આર.પી.સી.ની કલમ-૩પ૭ (૩) અન્‍વયે ફરીયાદીને રૂા.૮,૦૦,૦૦૦ નુ વળતર ચુકવી આપવું જો રકમ ચુકવવામાં કસુર કરે તો આરોપીને વધુ છ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરેલ હતો.

આ કામમાં ફરીયાદી જગદીશ મંડીર તરફે યુવા લો એશોસીએટના હેમાંસુ પારેખ, કિરીટ નકુમ, નીવીદ પારેખ, વિક્રાંત વ્‍યાસ, કુલદીપ ચૌહાણ, યશપાલ ચૌહાણ તથા આસીસ્‍ટન્‍ટ તરીકે સતીષ હેરમા, જીજ્ઞેશ ચૌહાણ રોકાયેલા હતા.

(5:28 pm IST)