Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

કોઠારિયા સોલવન્‍ટમાં પાર્ક કરેલ રૂા. ૧.૬૪ લાખનો સામાન ભરેલ છકડો ગઠીયો હંકારી ગયો

રાજકોટ,તા. ૧ : કોઠારિયા સોલવન્‍ટ પાસે ૨૫ વારીયા કવાર્ટરમાં રૂા. ૧.૬૪ લાખના ટ્રકના બ્રેકના પટ્ટા ભરેલ છકડો રીક્ષા કોઇ અજાણ્‍યો શખ્‍સ ચોરી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કોઠારિયા સોલવન્‍ટ શીતળાધાર ૨૫ વારીયા કવાર્ટરમાં રહેતા રાધેશ્‍યામ પારસભાઇ વર્મા (ઉવ.૨૪) એ આજીડેમ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્‍યું છે કે, પોતે છકડો રીક્ષા ચલાવે છે ચારેક દિવસ પહેલા પોતે અટીકા ઇન્‍ડસ્‍ટ્રીઝમાં શ્રીરામ ઇન્‍ડસ્‍ટ્રીઝ કારખાનામાં માલનો ફેરો કરવા માટે ગયો હતો. ત્‍યારે કારખાના માલીક દિનેશભાઇએ કહેલ કે, ‘આપણો માલ પરવડા ગામમાં માસ ફિકશન પ્રા.લી. કારખાનેથી રવિકુમાર તિવારીને ત્‍યાંથી ભરવાનો છે તમે એક ફેરો રીક્ષામાં કરી નાખજો જેતી પોતે તેને હા પાડી હતી બાદ પોતે એક ફેરો કરવા માટે છકડો લઇ ચાલ્‍યો ગયો હતો. અને સાંજે પરવડા ગામ પાસે માસ ફિકશન કારખાને ગયો હતો. ત્‍યાં લોર્ડીંય અનલોર્ડીંગ ટ્રકના બ્રેકના ૫૦૦ નંગ પટ્ટા કિંમત રૂા. ૧,૬૪,૦૦૦નો સામાન છકડો રિક્ષામાં ભરી રાત્રે પોતે કોઠારિયા સોલવન્‍ટ પાસે શીતળાધાર ૨૫ વારીયા પોતાના ઘરે આવ્‍યો હતો. અને સવારે આ માલ દિનેશભાઇના કારખાને પહોંચાડી દઇશ તેમ વિચારી માલસામાન ભરેલ છકડો રીક્ષા ઘર પાસે પાર્ક કરી સુઇ ગયો હતો તા. ૨૬ના રોજ સવારે ઉઠીને જોતા માલસામાન ભરેલ છકડો રીક્ષા કયાંય જોવા ન મળતા પોતે ઘર આસપાસ તપાસ છકડો રીક્ષા કયાંય જોવા ન મળતા કોઇ અજાણ્‍યો શખ્‍સ માલ સાથેનો છકડો ચોરી ગયાની ખબર પડતા પોતે આજીડેમ બી.સુખાનંદીએ રાધેશ્‍યામ વર્માની ફરિયાદ દાખલ કરી પી.એસ.આઇ જે.કે. ગઢવીએ તપાસ હાથ ધરી છે.'

(4:15 pm IST)