Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

શનિવારે શ્રી બાલાજી દાદાના મંદિરે ધો.૧૦-૧૨ના વિદ્યાર્થીઓ માટે સરસ્‍વતી પૂજન- મહાપૂજા

રાજકોટઃ શહેરની મધ્‍યમાં બિરાજતા શ્રી બાલાજી હનુમાનજી મંદિર ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓના ઉજજવળ ભવિષ્‍ય માટે સરસ્‍વતી પૂજન અને મહાપૂજાનું આયોજન આગામી તા.૪/૩ શનિવારે બપોરે ૩:૩૦ થી ૬:૩૦ સુધી સરસ્‍વતી પૂજન તેમજ મહાપૂજાનું નિઃશુલ્‍ક આયોજન કરવામાં આવ્‍યું છે.

રાજકોટના ભુપેન્‍દ્ર રોડ પર આવેલ કરણસિંહ હાઈસ્‍કૂલ ખાતે બિરાજતા શ્રી બાલાજી હનુમાનજી મંદિર ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના આધ્‍યાત્‍મિક જ્ઞાનમાં વધારો થાય અને મનોબળ મજબૂત થાય તે માટે સરસ્‍વતી પૂજન અને મહાપૂજાનું આયોજન થયું છે. જેમાં બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ નિઃશુલ્‍ક- વિનામૂલ્‍યે જોડાઈ શકે છે.

વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ પિઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના શુભાશીષ વડતાલ ટેમ્‍પલ બોર્ડના સહકારથી વયોવૃધ્‍ધ સદ્દગુરૂ કોઠારી સ્‍વામી શ્રી હરિચરણદાસજીના અધ્‍યક્ષ પદે અને સાંખ્‍યયોગી શ્રી મંગળાબાની પાવન ઉપસ્‍થિતિમાં શ્રી બાલાજી મંદિરના કોઠારી શ્રી વિવેકાસાગરદાસજી સ્‍વામી તથા ભુપેન્‍દ્ર રોડ સ્‍વામીનારાયણ મંદિરના કોઠારી શ્રી રાધારમણદાસજી સ્‍વામી તથા અન્‍ય સંતોની નિશ્રામાં યોજાનાર વિનામૂલ્‍યે જ્ઞાનયજ્ઞમાં રાજકોટના તમામ ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ લાભ લઈ માતા સરસ્‍વતી અને બાલાજીદાદાના આશીર્વાદ મેળવવા વધુમાં વધુ સંખ્‍યામાં જોડાય તેવી કોઠારી શ્રી મુનિવત્‍સલદાસજી સ્‍વામી તથા નિખિલભાઈની સંયુકત યાદીમાં જણાવાયું છે.

(4:23 pm IST)