Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

સદ્દગુરૂ ક્રેડીટ સોસાયટીના ચેક રિર્ટન

કેસમાં મહિલા આરોપીને છ માસની સજા

રાજકોટ તા. ૧ : શ્રી સદ્દગુરૂ ક્રેડિટ કો.ઓપ.સોસાયટીના રિકવરી અધિકારી રાહુલ પ્રતાપભાઇ સોલંકી દ્વારા નામદાર કોર્ટમાં આરોપી જયોતીબેન મુકેશભાઇ જેઠવા પર ચલાવેલ ચેક રીટર્નનના કેસમાં આરોપીને કોર્ટ દ્વારા ૬ મહિનાની જેલની સજા તથા ચેકની રકમ વાર્ષિક ૬ ટકાના સાદા વ્‍યાજે ૧ માસમાં ચુકવી આપવાના અને જો નો ચુકવે તો વધુ એક માસની સજાનો હુકમ કરવામાં આવ્‍યો. આ કામમાં ફરીયાદી શ્રી સદ્દગુરૂ ક્રેડિટ ઓપ.સોસાયટી તરફથી એડવોકેટ દર્શિત બી. સોલંકીની દલીલો તેમજ રજુ રાખેલ દસ્‍તાવેજી પુરાવાઓ તથા વડી અદાલતનાં ચુકાદાઓ ધ્‍યાને લઇ રાજકોટના અધિક ચીફ જયુડીશ્‍યલ મેજીસ્‍ટ્રેટ શ્રી જે.એસ. પ્રજાપતિએ આરોપી જયોતીબેન મુકેશભાઇ જેઠવાને ધી નેગો.ઇન્‍સ્‍ટ્રુ.એકટની કલમ-૧૩૮, અન્‍વયે તકસીરવાન ઠરાવી ૬ મહીનાની કેદ અને ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ-૩પ૭ (૩) મુજબ એક માસમાં ચેકની રકમ વાર્ષિક ૬ ટકાના સાદા વ્‍યાજે ચુકવી આપવા અને ચુકવવામાં કસુર થયેથી વધુ ૧ માસની કેદનો હુકમ ફરમાવેલ છે. આ કેસમાં ફરીયાદી વતી એડવોકેટ તરીકે દિવ્‍યેશ એ .રૂડકિયા, દર્શિત બી. સોલંકી તથા ધર્મીલ પોપટ રોકાયેલ હતા.

 

 

 

(5:26 pm IST)