Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

ટાઈપવન ડાયાબિટીક બાળકોને કિડનીનું જતન કંઈ રીતે કરવું તે અંગે રવિવારે અવેરનેશ કાર્યક્રમ

ડો.નિલેશ દેત્રોજા, ડો.દિવ્‍યેશ વિરોજા, ધ ડાયાબેસ્‍ટિસ અમદાવાદની ટીમ માર્ગદર્શન આપશે

રાજકોટઃ આગામી વર્લ્‍ડ કિડની ડે નિમિતે જુવેનાઈલ ડાયબાબિટીસ ફાઉન્‍ડેશન દ્વારા ટાઈપ વન ડાયાબિટીક બાળકોને કિડનીનું જતન કઈ રીતે કરવું તે અંગે અવેરનેશ કાર્યક્રમનું આગામી તા.૫ માર્ચ રવિવારના રોજ આત્‍મિય યુનિવર્સિટી સેન્‍ટ્રલ ઓડિટોરિયમ ખાતે સવારે ૧૦ વાગ્‍યાથી કાર્યક્રમ યોજાશે. જેમાં ટાઈપ વન ડાયાબિટીક બાળકોને ડો.નિલેશ દેત્રોજા (એન્‍ડોક્રાઈનોલોજીસ્‍ટ), ડો.દિવ્‍યેશ વિરોજા (નેફ્રોલોજીસ્‍ટ), ધ ડાયાબેસ્‍ટિસ ટીમ અમદાવાદની ટીમ માર્ગદર્શન આપશે. જેડીએફ દ્વારા ડાયાબિટીક બાળકને આ પ્રસંગે ઉપયોગી કીટ પણ ભેટમાં અપાશે.

આ કાર્યક્રમનું ઉદ્દઘાટન પૂ.ત્‍યાગવલ્લભદાસ સ્‍વામી, મેયર ડો.પ્રદીપ ડવ, ધારાસભ્‍ય ડો.દર્શિતાબેન શાહ, સ્‍ટેન્‍ડીંગ કમિટિના ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, આરોગ્‍ય સમિતિના ચેરમેન રાજશ્રીબેન ડોડિયા, શિક્ષણવિદ ડો.ભદ્રાયુ વચ્‍છરાજાની ઉપસ્‍થિતિ રહેશે.

જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્‍ડેશનના મેનેજીંગ  ટ્રસ્‍ટી અપુલ દોશીના જણાવ્‍યા મુજબ અનેક લોકોને ટાઈપ વન ડાયાબિટીસ અને ટાઈપ ટુ ડાયાબિટીસ અંગે મુખ્‍ય જાણ નથી હોતી. ટાઈપ વન ડાયાબિટીસ બાળકોને થાય છે. આ ડાયાબિટીસમાં સૌથી મોટો પડકાર અને પીડા એ છે કે ટાઈપએ ડાયાબિટીસમાં ઓરલ દવા નથી હોતી. તેને માત્રને માત્ર દરરોજ લાઈફટાઈમ દિવસમાં ૪ થી ૫ વખત ઈન્‍સયુલીન ઈન્‍જેશન દ્વારા આપવુ પડે છે. જો આ ડાયાબિટીસને યોગ્‍ય રીતે કાબુમાં ન રાખી શકાય તો દર્દીની આંખ, કિડની, હૃદય, પગ વગેરે પણ ડેમેજ થાય છે. આગામી કેમ્‍પને સફળ બનાવવા જેડીએફના અનિશ શાહ, રોહિત કાનાબાર, હરિકૃષ્‍ણ પંડયા, અમીત દોશી, અજય લાખાણી, મિતેષ ગણાત્રા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:24 pm IST)