Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

એન.ડી. ફીટનેશ દ્વારા ‘હોળી ઉત્‍સવ'

ડી.જે. અને ખાસ બેન્‍ડના સથવારે લાઇવ ગરબા, રેઇન ડાન્‍સ સહીતના આયોજનો

રાજકોટ તા. ૧ : હોળી ધૂળેટીનો તહેવાર ધ્‍યાને લઇ એન.ડી. ફીટનેશ દ્વારા આગામી તા. ૮ ના ‘હોળી ઉત્‍સવ'નું આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જીમ સંચાલકોએ જણાવ્‍યુ હતુ કે હોળી રસીયાઓ રમવાનો આનંદ લઇ શકે તે હેતુથી અમે ‘હોલી બાય એનડીફીએસ્‍ટા' અને ‘પાવર બાય એનડીફીટનેશ' શીર્ષકતળે હોળી ઉત્‍સવનું આયોજન કરેલ છે.

તા. ૮ ના બુધવારે સવારે ૯ થી ૧ વાગ્‍યા સુધી આઉટ ઓફ ધ બોકસ, ન્‍યારી ડેમ પાસે આયોજીત આ હોળી ઉત્‍સવમાં ગુજરાતી એકટર જાનકી બોડીવાલા તેમજ અજયદેવગણ સાથે અભિયન કરનાર રાજકોટની હિરવા ત્રિવેદી તેમજ બાળક કલાકાર જીહાન રાઠોડ પણ ઉપસ્‍થિત રહી સૌને મોજ કરાવશે. એન્‍કરીંગ આર. જે. આકાશ સંભાળશે.

ડી.જે. અને ખાસ બેન્‍ડના સથવારે લાઇવ ગરબા, રેઇન ડાન્‍સ તેમજ ઓર્ગેનીક ફુડની વ્‍યવસ્‍થા કરાઇ છે. આ માટે પાસ વ્‍યવસ્‍થા રાખેલ છે. સીંગલના રૂ.૧૦૦૦, કપલ રૂ.૧૮૦૦ અને કીડસ માટે રૂ.૫૦૦ છે.

પાસ તેમજ વધુ માહીતી માટે (૧) એન.ડી. ફીટનેશ, નાના મવા મેઇન રોડ, મો.૯૦૪૦૦ ૫૨૭૦૦ (ર) એન.ડી. ફીટનેશ, મકકમ ચોક, ગોંડલ રોડ, જયનાથ કોમ્‍પલેકસ, મો.૯૭૨૫૫ ૯૯૯૯૭, (૩) એન.ડી. ફીટનેશ, સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ પાસે, સુવર્ણભુમિની સામે સંપર્ક કરવા જણાવાયુ છે. તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સંજયભાઇ બેડવા, પ્રિયાંકભાઇ પરમાર, ડીમ્‍પલ ચૌહાણ, રીન્‍કલ પટેલ, મીલી મનસુખાણી, રાશી કુબાવત નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(4:25 pm IST)