Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

બાબરાના જગદીશ પરમારે દારૂના નશામાં ફાંસો ખાધો

રાજકોટ તા. ૧: બાબરાના કરીયાણા રોડ પર રહેતાં જગદીશ ભાણદાસભાઇ પરમાર (ઉ.વ.૩૫) નામના યુવાને સાંજે   ઘરે લોખંડની આડીમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં પરિવારજનો જોઇ જતાં જીવ બચાવી લીધો હતો. અમરેલી સારવાર અપાવી બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને જયદિપ હુદડે બાબરા પોલીસને જાણ કરી હતી.

જગદીશને સંતાનમાં બે પુત્ર છે. પોતે છુટક મજૂરી કરે છે. બે મહિનાથી દારૂ પીવાના રવાડે ચડી ગયાનું અને ગત સાંજે નશો કરીને આવ્‍યા બાદ આ પગલુ ભરી લીધાનું પરિવારજનોએ કહ્યું હતું.

(4:28 pm IST)