Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

અમેરીકન મકાઇ વેંચતા યુવાને ધંધામાં મંદીથી કંટાળી ઝેર પીધું

ન્‍યુ સાગર સોસાયટીના ધવલગીરીએ ઘરેથી નીકળી માધાપર ગામ પાસે પગલુ ભર્યુઃ સારવાર હેઠળ

રાજકોટ તા. ૧: કોઠારીયા રોડ કેદારનાથ સોસાયટીના ગેઇટ નજીક ન્‍યુ સાગર સોસાયટી-૩માં રહેતાં અને રાજનગર ચોક પાસે અમેરિકન મકાઇ વેંચી ગુજરાન ચલાવતાં ધવલગીરી કાંતિગીરી ગોસ્‍વામી (ઉ.વ.૨૭) નામના યુવાને ગઇકાલે ઘરેથી નીકળ્‍યા બાદ માધાપર ગામના ગેઇટ પાસે ઝેરી ટીકડીઓ પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો.

બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. ધવલગીરી ચાર બહેનનો એકનો એક નાનો ભાઇ છે અને અપરિણીત છે. તે અમેરિકન મકાઇ વેંચવાનો ધંધો કરે છે. હાલમાં ધંધો બરાબર ચાલતો ન હોઇ આર્થિક ભીંસ ઉભી થતાં આ પગલુ ભરી લીધાનું પરિવારજનોએ કહ્યું હતું

(5:29 pm IST)