Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

રાજકોટ જિલ્લામાં ૧પ શિબીરોમાં ૪૯૪ ખેડુતોને તાલીમઃ ર૧ લાખ ખર્ચ

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧ : રાજકોટ જિલ્લામાં નેશનલ ફુડ સીકયોરીટી મિશન ઓઇલ સીડ યોજના અંગે કૃષી મંત્રિ રાઘવજી પટેલે જણાવ્‍યું હતું કે તા.૩૧/૧ર/રર ની  સ્‍થિતિએ છેલ્લા બે વર્ષમાં આ યોજના અંતર્ગત રાજકોટ જીલ્લામાં કુલ ૧પ ખેડુત તાલીમ શિબીરો યોજવામાં આવી છે.

સરકાર દ્વારા આ યોજના અંતર્ગત યોજવામાં આવેલ તાલીમોમાં ૪૯૪ ખેડુતોએ હાજરી આપી હતી અને આ અંગે જરૂરી માર્ગદર્શન મેળવામાં આવેલ અને મંત્રીશ્રીએ ખેડુતોને જાગૃત રહી સરકારની યોજનાઓનો લાભ લેવા વિનંતી કરી હતી.

મંત્રી રાઘવજી પટેલે આ યોજના અંતર્ગત ખેડુતોમાં જાગૃતી લાવવા સરકારના કૃષિ વિભાગના અધિકારીઓને ખેડુતોને જરૂરી માર્ગદર્શન આપવા તાકીદ કરી છ.ે સરકાર દ્વારા આ યોજના પાછળ રૂ. ર૧,ર૦,૦૦૦ ની છેલલા વર્ષમાં સહાય ચુકવવામાં આવી છે. ભવિષ્‍યમાં સરકાર આ યોજના પાછળ કોઇપણ ખેડુતને અન્‍યાય ન થાય તે બાબતને ગંભીરતાથી ધ્‍યાન રાખવાની ખાત્રી આપી હતી.

(4:31 pm IST)