Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

મિલ્‍કત વિરોધી ગુનાઓમાં સંડોવાઇ ચુકેલા ૯૯ શખ્‍સોની થઇ પુછતાછ

ક્રાઇમ બ્રાંચ ખાતે બોલાવી તમામ હાલમાં શું કરે છે તેની વિગતો મેળવી ગુનાખોરીથી દુર રહેવા કડક સુચના આપવામાં આવી

રાજકોટઃ શહેરમાં અગાઉ મિલ્‍કત સંબંધી ગુનાઓમાં પકડાયા હોય તેવા શખ્‍સોને ચેક કરવા માટેની ઝુંબેશ અંતર્ગત આવા ૯૯ શખ્‍સોને ક્રાઇમ બ્રાંચ પોલીસ સ્‍ટેશને બોલાવી તમામ હાલમાં શું કરી રહ્યા છે? તેની વિગતો મેળવવામાં આવી હતી. તેમજ હવે પછી ગુનાઓ નહિ આચરવા કડક સુચના આપવામાં આવી હતી. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી સોૈરભ તોલંબીયાના માર્ગદર્શન હેઠળ ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોલિહ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયાની રાહબરીમાં ક્રાઇમ બ્રાંચના તમામ પીઆઇ, પોલીસ સ્‍ટેશનોનોના તમામ પીઆઇ તથા એમઓબી સશાખાના પીઆઇએ આ કામગીરી કરી હતી. આગામી દિવસોમાં પણ આવા ગુનેગારોના એમસીઆર ચેક કરવામાં આવશે. અગાઉ આવા શખ્‍સોની તપાસ માટે પોલીસ તેના ઘરે જતી હતી. પરંતુ હવેથી આવા શખ્‍સોને પોલીસ સ્‍ટેશને બોલાવી પુછતાછ કરવામાં આવે છે.

 

 

(4:32 pm IST)