Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

એરપોર્ટ રોડ સિંચાઇ નગર પાસેથી એલસીબી ઝોન-૨ ટીમે દારૂ ભરેલી કાર પકડીઃ બાબુની શોધખોળ

હોળી-ધૂળેટીનો તહેવાર નજીક આવતાં નાના મોટા બૂટલેગરો થયા સક્રિય : કારમાંથી ૬૦૮૦૦નો દારૂ મળ્‍યોઃ પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમની કાર્યવાહીઃ ૩,૬૬,૮૦૦નો મુદ્દામાલ કબ્‍જે

રાજકોટ તા. ૧: હોળી ધૂળેટીના તહેવાર નજીકમાં છે ત્‍યારે નાના મોટા બૂટલેગરો ફરીથી સક્રિય થયા છે. ત્રણ દરોડામાં એલસીબી ઝોન-૨ ટીમે ૬૦૮૦૦નો દારૂ ભરેલી કાર પકડી છે. તો ક્રાઇમ બ્રાંચે અડધા લાખાના દારૂ સાથે એકને પકડયો છે અને એકનું નામ ખુલ્‍યું છે. ત્રીજા દરોડામાં પ્ર.નગર પોલીસે સિવિલ હોસ્‍પિટલ કમ્‍પાઉન્‍ડમાં કેન્‍ટીન નજીક પાણીના ટાંકા પાસેથી સોમનાથના શખ્‍સને અગિયાર બોટલો સાથે પકડયા બાદ તેણે છુપાવી રાખેલો વધુ ત્રણ પેટી દારૂ કબ્‍જે કર્યો છે.

એલસીબી ઝોન-૨ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે પીએસઆઇ આર. એચ. ઝાલાને બાતમી મળતાં એરપોર્ટ રોડ સિંચાઇનગર સામેના રોડ પરથી સિયાઝ કાર પકડી લીધી હતી. જેમાંથી રૂા. ૬૦૮૦૦નો ૧૫૨ બોટલ દારૂ મળતાં તે તથા કાર મળી ૩,૬૦,૮૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરાયો હતો. તપાસ થતાં આ દારૂ રૈયાધારના બાબુ રણછોડભાઇ પરમારનો હોવાનું ખુલતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. તે પકડાયા બાદ વધુ વિગતો સામે આવશે.

પીએસઆઇ આર. એચ. ઝાલા, હેડકોન્‍સ. વિરેન્‍દ્રસિંહ ઝાલા, હરપાલસિંહ જાડેજા, મોૈલિકભાઇ સાવલીયા, કોન્‍સ. જેન્‍તીગીરી ગોસ્‍વામી, અમીનભાઇ ભલુર, જયપાલસિંહ સરવૈયા તથા ધર્મરાજસિંહ ઝાલાએ આ કામગીરી કરી હતી.

(4:32 pm IST)