Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

સિવિલ હોસ્‍પિટલના પાણીના ટાંકા પાસેથી પ્ર.નગર પોલીસે સોમનાથના કમલેશને દારૂ સાથે પકડયો

૧૧ બોટલ મળ્‍યા બાદ બાકીનો દારૂ જીલ્લા બેંક નજીક અઓરડીમાંથી વધુ દારૂ કબ્‍જે

રાજકોટ તા. ૧: શહેરની સિવિલ હોસ્‍પિટલ કમ્‍પાઉન્‍ડમાં પાણીના ટાંકા નજીક કેન્‍ટીન પાસે એક શખ્‍સ દારૂની બોટલો સાથે ઉભો હોવાની માહિતી પરથી પ્ર.નગર પોલીસે દરોડો પાડી સોમનાથ વેરાવળના કમલેશ સતિષભાઇ દાથીયાને  અગિયાર બોટલ સાથે પકડી લેવાયો હતો. વિશેષ પુછતાછ થતાં તેણે ચોૈધરી હાઇસ્‍કૂલ સામે જીલ્લા બેંક નજીક આવેલા સરકારી ક્‍વાર્ટરની ખાલી પડેલી ઓરડીમાં વધુ દારૂ છુપાવ્‍યો હોવાનું કબુલતાં પોલીસે ત્‍યાંથી પણ વધુ દારૂ કબ્‍જે લેવાયો હતો. કુલ ચાર પેટી દારૂનો જથ્‍થો મળી આવ્‍યો હતો.

હેડકોન્‍સ. વીમલશેભાઇ બી. રાજપૂત, યુવરાજસિંહ જાડેજા અને જયેન્‍દ્રસિંહ પરમારની બાતમી પરથી આ કામગીરી થઇ હતી. પીઆઇ એમ. જી. વસાવા, પીએસઆઇ એ. એ. ખોખરની રાહબરીમાં આ કામગીરી થઇ હતી.

મુળ સોમનાથ વેરાવળનો કમલેશ છુટક મજૂરી કામ કરે છે. તે દારૂની પેટીઓ રાજકોટ સુધી કઇ રીતે અને કોની પાસેથી લાવ્‍યો? કોને આ દારૂ આપવાનો હતો? સિવિલ હોસ્‍પિટલ કમ્‍પાઉન્‍ડમાં કટીંગ થવાનું હતું કે કેમ? તે સહિતના મુદ્દે વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે. હોસ્‍પિટલ કમ્‍પાઉન્‍ડમાંથી સવારના પહોરમાં દારૂ ઝડપાતાં હોસ્‍પિટલ વર્તુળોમાં ચર્ચા જાગી હતી.

 

(4:33 pm IST)