Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

શુક્રવારથી રાજકોટ સહિત રાજયભરના CNG પંપ ઉપરવેચાણ અંગે પ્રતિબંધઃ માર્જીન પ્રશ્‍ને બેમુદતી હડતાલ

કંપનીના પંપો ચાલુ રહેશેઃ શુક્રવારથી CNG માટે લાંબી લાઇનો લાગવાનો ભય... : અનેક વખત પત્રો-ઇ-મેઇલ દ્વારા જાણ કરાઇ છતાં કોઇ નિર્ણય લેવાયો નથીઃ એસો. દ્વારા આક્ષેપોરાજકોટમાં પપ સહિત રાજયભરમાં ડીલરના કુલ ૯૦૦ પંપઃ રાજકોટમાં કંપનીના માત્ર પ પંપ

રાજકોટ તા. ૧: ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડીલર્સ એસો.ના અગ્રણીઓએ જણાવ્‍યું છે કે, CNGના વેચાણ માટેનું ડીલર માર્જીન છેલ્લાં પપ મહિનાથી વધ્‍યું નથી. જેના માટે અમે પત્રો, ઘણી બધી મીટીંગ કરી, પરંતુ કોઇ પરીણામ ન આવવાથી અમે ગુજરાત રાજયનાCNG ડીલર્સની મીટીંગનું આયોજન કરેલ જેમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્‍યો છે જેમાં તા. ૩-૩-ર૦ર૩ ને શુક્રવારે સવારે ૦૭.૦૦ કલાકથી અચોકકસ મુદત માટે CNGનું વેચાણ બંધ રાખીશું.

ઉપરોકત નિર્ણયની જાણ અમે તમામ ઓઇલ કંપની તેમજ પેટ્રોલીયમ મીનીસ્‍ટ્રી દિલ્‍હીને તા. રર-૦ર-ર૦ર૩ના પત્રથી કરેલ છે.

FGPDA દ્વારા જાહેર કરેલ અભિયાનને અમારો સંપુર્ણ ટેકો છે અને અમે પણ તા. ૩-૩-ર૩ થી  CNGનું વેચાણ અચોકકસ મુદત માટે બંધ કરીશું. તેમ નીરજભાઇ મોદી પ્રમુખ CNG ફ્રેન્‍ચાઇસી એસોસીએશન, (સુરત મો. ૯૩૭૭૬ ૦૩૬૯૯) એ પણ ઉમેર્યું છે.

એસો.એ વધુમાં લડતના કારણો અંગે જણાવેલ કે (૧) OMC-IOCL, BOCL અને HPCL દ્વારા છેલ્લા પપ મહિનાથી (૦૧-૦૭-ર૦૧૯થી) CNG ડીલર્સના ડીલર માર્જીનમાં સુધારો કરવામાં આવ્‍યો નથી.

(ર) આવી વિનંતીઓના જવાબમાં પેટ્રોલીયમ અને કુદરતી ગેસ/OMCs મંત્રાલયે અભ્‍યાસ કરવા અને CNG માટે ડીલર માર્જીનની ભલામણ માટે IIM બેંગ્‍લોરની નિમણુંક કરી હતી. IIM બેંગ્‍લોરે ડિસેમ્‍બર ર૦૧૯માં રિપોર્ટ સબમીટ કર્યો હતો.

(૩) જો કે આવો અહેવાલ સબમીટ કર્યા પછી, ઓઇલ માર્કેટિંગ ક્રોસ દ્વારા સુધારો જાહેર કરવામાં આવ્‍યો ન હતો. ત્‍યારબાદ ૦૧-૧૧-ર૦ર૧ના રોજ પેટ્રોલીયમ અને કુદરતી ગેસ મંત્રાલય, નવી દિલ્‍હીઓ OMC ને તાત્‍કાલીક અમલ કરવા આદેશ જારી કર્યો.

(૪) MOPNGના આવા ઓર્ડર પર ૧પ મહિના સુધી કોઇ ધ્‍યાન આપવામાં આવ્‍યું ન હતું. આ દરમ્‍યાન અમે પણ પત્રો ઇમેલ મોકલ્‍યા છે અને OMC અધિકારીઓ સામે ઘણી બેઠકો કરી છે. અધિકારીઓએ સંતોષકારક જવાબ આપ્‍યો નથી.

(પ) ૦૧-૧ર-ર૦ર૧ થી CNG પર સુધારેલ ડીલર માર્જિન કાપીને જે તે ગેસ કંપનીઓએ રકમ લાંબા સમયથી જમા છે તે અમોને ચુકવવા માટે વિનંતી કરેલ છે. પરંતુ અમારો વિનંતી માન્‍ય રાખી નથી. જે ખુબજ ગંભીર અને બીનકાયદાકીય બાબત છે.

(૬) છેલ્લા પપ મહિના દરમ્‍યાન CNG ના દરો અને સંચાલન ખર્ચમાં ધરખમ વધારો થયો છે. તેથી અમારો વ્‍યવસાય ચલાવવો મુશ્‍કેલ બનેલ છે.

(૭) ઓલ કું. અમારી પાસેથી CNGનું ખરીદ કે વેચાણ કર્યા પહેલા એડવાન્‍સમાં બીલ બનાવીને રૂપિયા મંગાવી લે છે. જે અમને માન્‍ય નથી.

(૮) CFGPDA દ્વારા જાહેર કરેલ અભિયાનને અમારો સંપુર્ણ ટેકો છે અને અમે પણ તા. ૩-૩-ર૩ થી CNG નું વેચાણ અચોકકસ મુદત માટે બંધ કરીશું.

(૯) છેલ્લે CNG ડીલર્સ પાસે ૦૩-૦૩-ર૦ર૩ શુક્રવારથી અનિヘતિ સમય માટે CNG નું વેચાણ બંધ કરવા સિવાય અન્‍ય કોઇ વિકલ્‍પ નથી.

(૧૦) અમે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય અને OMCs ને રર-૦ર-ર૦ર૩ના પત્ર દ્વારા વેચાણના નિર્ણયની જાણ કરી છે, પરંતુ આજદિન સુધી આ બાબતે કોઇ પગલાં લેવામાં આવ્‍યા નથી. આ લડત અંગ પ્રમુખ અરવિંદભાઇ ઠકકર, ધીમંતભાઇ ઘેલાણી, ગોપાલભાઇ ચુડાસમા માર્ગદર્શન આપી રહ્યા છે.

દરમિયાન ફેડરેશનના શ્રી ગોપાલભાઇ ચૂડાસમાએ ‘‘અકિલા''ને જણાવેલ કે કંપનીઓના ડીલરોના રાજકોટમાં પપ સહિત કુલ ૯૦૦ જેટલા પંપ આવેલા છે, તે તથા ફ્રેન્‍ચાઇઝીઓના પણ અલગથી  CNG ના પંપ છે, આ બધા જડબેસલાક બંધ છે.

માર્જીનમાં અમે વધારો ૧પ પૈસાનો માંગ્‍યો છે, હાલ જે ૧ રૂપિયો ૭૦ પૈસા મળે છે, તે ૧ રૂપિયો ૮પ પૈસા કરવાની વાત છે, સરકારે આ વધારો એપ્રુવલ પણ કર્યો છે, છતાં કંપનીઓ આ વધારો આપતી નથી, શુક્રવારથી અમારી લડત રાજકોટ સહિત રાજયભરમાં શરૂ થઇ જશે.

(4:35 pm IST)