Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

ક્રાઇમ બ્રાંચે ગોકુલધામ રોડ પરથી ભારત ઉર્ફ ઘોઘાને ૩૭ હજારના દારૂ સાથે દબોચ્‍યો

મુસ્‍તુફા ઉર્ફ બોદુની શોધઃ પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ ડામોરની ટીમની કામગીરી : ચેતનભાઇ ચાવડા અને અશોકભાઇ ડાંગરની બાતમી

રાજકોટ તા.૧: શહેર ક્રાઇમ બ્રાંચની ટીમ દારૂ જૂગારની પ્રવૃતિ શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એએસઆઇ ચેતનભાઇ ચાવડા અને અશોકભાઇ ડાંગરને મળેલી બાતમી પરથી ગોકુલધામ રોડ આંબેડકરનગર-૯ મકવાણા પાનની સામેની શેરીમાંદરોડો પાડી ભારત ઉર્ફ ઘોઘો ચમનલાલ ચોૈહાણ (ઉ.૨૪-રહે. આંબેડકરનગર-૯ પિતૃકૃપા)ને પકડી લઇ રૂા. ૩૭૮૦૦નો દારૂ કબ્‍જે કરી ૧૫ હજારનો એક મોબાઇલ પણ જપ્‍ત કર્યો હતો. આ દારૂ ખોડિયારનગર-૧૪ હૈદરી મસ્‍જીદ પાછળ રહેતાં મુસ્‍તુફા ઉર્ફ બોદુ ઇકબાલ લીંગડીયાએ આપ્‍યાનું કબુલાતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તે પકડાયા બાદ દારૂ ક્‍યાંથી લાવ્‍યો તેની વધુ વિગતો સામે આવશે

પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ એન. ડી. ડામોર, એએસઆઇ ચેતનભાઇ ચાવડા, હેડકોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, જયદેવસિંહ પરમાર, પ્રદિપસિંહ જાડેજા, અશોકભાઇ ડાંગરે આ કામગીરી કરી હતી.  પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી સોૈરભ તોલંબીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયાના માર્ગદશન અને સુચના મુજબ આ કાર્યવાહી થઇ હતી.

(4:35 pm IST)