Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

આંચકી આવતાં ચંપલ નીકળીને માજીને લાગી જતાં મક્‍સુદ કાદરીની ધોલધપાટ

કેસરી પૂલ નજીક બનાવઃ લોકોએ નશાખોર સમજીને મારકુટ કરી

 

રાજકોટ તા. ૧: મોચીબજાર ખાટકીવાસમાં રહેતો રિક્ષાચાલક યુવાન સાંજે કેસરી પુલ નજીક જનક બેકરી પાસે ચાલીને જતો હતો ત્‍યારે એક વૃધ્‍ધાના સગાઓએ તેને નશાખોર સમજીને લાકડી ઢીકાપાટુનો બેફામ માર મારતાં સારવાર માટે દાખલ કરવો પડયો હતો.

મક્‍સુદ હુશેનમિયા કાદરી (ઉ.વ.૨૭)ને સાંજે સિવિલ હોસ્‍પિટલે ખસેડાયો હતો. તેને અજાણ્‍યા લોકોએ માર માર્યાનું જણાવાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે એ-ડિવીઝનમાં જાણ કરી હતી. મક્‍સુદે જણાવ્‍યું હતું કે હું રિક્ષા હંકારી ગુજરાન ચલાવુ છું અને મને આંચકીની બિમારી છે. સાંજે કેસરી પુલ નજીક ચાલીને જનક બેકરી પાસેથી નીકળ્‍યો ત્‍યારે પોતાને આંચકી આવતાં પગમાંથી ચપ્‍પલ નીકળીને એક માજી બેઠા હતાં તેને લાગી જતાં તેના સગા ભેગા થઇ ગયા હતાં અને હું નશો કરીને નીકળ્‍યો છું તેવું સમજી મારકુટ કરી હતી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

ઢાંઢણીમાં યોગેશને સગાએ

માર મારતાં ઝેર પી ગયો

રાજકોટના ઢાંઢણી ગામે રહેતાં યોગેશ ભરતભાઇ પરમાર (ઉ.વ.૨૫)ને તે સાંજે પિતા સાથે બસ સ્‍ટેશન પાસે બેઠો હતો ત્‍યારે બાજુમાં તેના કુટુંબી સગા મુકેશ, પોપટ સહિતના બેઠા હોઇ તે ખોટી વાતો કરતાં હોઇ યોગેશે તેને આ રીતે પોતાને વાતો કરી ચઢામણી નહિ કરવાનું કહેતાં બંનેએ ઉશ્‍કેરાઇ જઇ માર મારતાં પોતાને આઘાત લાગતાં ઘરે જઇ ઝેરી દવા પી લીધી હતી. સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા બાદ રજા અપાઇ હતી.

(4:40 pm IST)