Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

રાજકોટમાં બહુ ચકચાર જગાવનાર સોની વેપારી પરિવારના સામુહિક આપઘાત કેસમાં યુવરાજસિંહ ઝાલાના આગોતરા મંજુર

રાજકોટ તા. ૧: રાજકોટમાં ઢેબર રોડ વન-વે માં ઝેરોક્ષની દુકાન ધરાવતા સોની વેપારીના સામુહીક આપઘાત કરવાના ગુન્‍હામાં આરોપીના આગોતરા જામીન મંજુર કરવાનો રાજકોટની સેશન્‍સ અદાલતે હુકમ કર્યો હતો.

આ કેસમાં મરણ જનારના આખા પરીવારએ વ્‍યાજખોરીના કારણે ઝેરી દવા પી આપઘાત કરેલ હતો અને બનાવ સંબંધે ડાઇંગ ડેકલેરેશન પણ આપેલ હતું.

રાજકોટમાં રહેતા ધવલભાઇ કીર્તીભાઇ કોળીયા કે જેઓ હાલ મરણ ગયેલ છે તેઓએ રાજકોટ ગાંધીગ્રામ-ર (યુની.) પોલીસ સ્‍ટેશનમાં (૧) સંજયસિંહ મહેન્‍દ્રસિંહ ઝાલા (ર) ધવલભાઇ પપ્‍પુભાઇ મુંધવા (૩) યુવરાજસિંહ ઝાલા (૪) મહેબુબ શાહ વિરૂધ્‍ધ એ મતલબની ફરીયાદ નોંધાવેલી હતી કે તા. ૧૯/૧૧/રર ના રાત્રીના તેઓના પિતાશ્રી તેવી વાત કરેલી કે આપણે વ્‍યાજે લીધેલ રૂપિયા લેણદારોને પરત આપવાના છે અને તેઓ રૂપિયાની ઉઘરાણી કરે છે હવે કોઇ રસ્‍તો નથી તેવી વાત કરી અમે લોકોએ નકકી કરેલ કે છેલ્લો રસ્‍તો દવા પી ને મરી જઇએ. તેવી વાત થતા ફરીયાદી તથા તેના માતાએ અને તેઓના પિતાશ્રી ત્રણેયએ દવાની બોટલ પાણી સાથે મીક્ષ કરી રાત્રે બે વાગ્‍યે દવા પી લીધેલ હતી.

ત્‍યારબાદ તેઓના કાકાએ તેમને સીવીલ હોસ્‍પીટલમાં દાખલ કરેલ અને તેઓએ રાજકોટ સીવીલ હોસ્‍પીટલમાં ઉપરોકત આરોપીઓ વિરૂધ્‍ધ વ્‍યાજે રકમ લીધેલ હોયઇ અને તે રકમ પરત ચુકવી શકે તેમ ન હોય તેમજ આરોપીઓની રકમનું વ્‍યાજ પણ સમયસર ચુકવી શકેલ ન હોય જેથી ઉપરોકત આરોપીઓએ રકમ માટે ધાક, ધમકી આપેલ અને મરી જવા માટે મજબુર કરેલ હોય તેમજ તેઓ પાસે રકમની પઠાણી ઉઘરાણી કરેલ હોય જેના કારણે મરવા સિવાય બીજો કોઇ વિકલ્‍પ રહેલ ન હોય જે અંગેની ફરીયાદ આપેલ હતી.

ત્‍યારબાદ પોલીસને એવું જણાતા મરણ જનારની બચવાની શકયતા નહીંવત હોય તેઓનું મામલતદારશ્રી રૂબરૂ ડાઇંગ ડેકલેરેશન પણ લેવામાં આવેલ હતું અને આ ફરીયાદના અનુસંધાને ગાંધીગ્રામ-ર (યુની.) પોલીસ સ્‍ટેશનમાં ઉપરોકત ચાર આરોપીઓ વિરૂધ્‍ધ આઇ.પી.સી. કલમ ૩૮૬, પ૦૬(ર) તથા મનીલેન્‍ડ એકટ પ, ૪, ૪ર મુજબનો ગુન્‍હો નોંધેલ હતો. ત્‍યારબાદ સદરહું ફરીયાદી ધવલભાઇ કીર્તીભાઇ ધોળકીયાનું સારવાર દરમ્‍યાન મૃત્‍યુ નીપજેલ તેમજ તેઓના પિતાશ્રી કીર્તીભાઇ હરકિશનભાઇ ધોળકીયા અને માતાશ્રી મધુબેન કીર્તીભાઇ ધોળકીયાનું પણ સારવાર દરમ્‍યાન મૃત્‍યુ નીપજેલ હતું જેથી ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશન દ્વારા આ ફરીયાદના અનુસંધાને આઇ.પી.સી. કલમ ૩૦૬ નો ઉમેરો કરવામાં આવેલ હતો.ત્‍યારબાદ તપાસ દરમ્‍યાન ગાંધીગ્રામ-ર (યુની.) પોલીસ સ્‍ટેશનમાં વધુ તપાસમાં અન્‍ય ત્રણ આરોપીઓ (૧) કરણ ધર્મેશભાઇ સોલંકી (ર) પ્રહલાદ કિશોરસિંહ જાડેજા (૩) યુવરાજસિંહ અર્જુનસિંહ ઝાલાના નામ ખુલેલ હતા. જેથી સદરહું કામમાં યુવરાજસિંહ અર્જુનસિંહ ઝાલા દ્વારા નામદાર સે. કોર્ટમાં ગુન્‍હાના અનુસંધાને આગોતરા જામીન અરજી દાખલ કરેલી હતી.

અરજીમાં આરોપી તરફેએ મતલબની રજુઆત કરેલ હતી કે ફરીયાદી દ્વારા ફરીયાદમાં કે ડાઇંગ ડેકલેરેશનમાં આરોપીનું નામ આપવામાં આવેલ નથી અને ખોટી રીતે પોલીસ દ્વારા આરોપીને સંડોવી દીધેલ છે તેમજ બનાવ જોતા હાલના અરજદાર ઉપર આઇ.પી.સી. કલમ ૩૦૬ મુજબની ફરીયાદ બનતી નથી તેમજ તા. ૧/૭/રર ના બનાવની ફરીયાદ તા. ૧૯/૧૧/રર ના રોજ ફરીયાદ આપવામાં આવેલ છે અને મોડી ફરીયાદ પાછળથી લીગલ માઇન્‍ડ એપ્‍લાઇ કરીને આપવામાં આવેલ છે અને રાજકીય લાગવગના જોરે સામાન્‍ય બનાવને ગંભીર સ્‍વરૂપ આપીને આઇ.પી.સી. કલમ ૩૦૬ જેવી ગંભીર કલમો લગાડીને ફરીયાદ આપવામાં આવેલ છે.

ઉપરોકત સંજોગોમાં રાજકોટ સેશન્‍સ કોર્ટ દ્વારા બચાવપક્ષની રજુઆતો, સુપ્રિમ કોર્ટ તથા ગુજરાત હાઇકોર્ટના વિવિધ ચુકાદાઓ તેમજ પોલીસ તપાસના કાગળો અને કાયદાકીય પરિસ્‍થિતિ ધ્‍યાને લઇ અરજદાર યુવરાજસિંહ અર્જુનસિંહ ઝાલાને આગોતરા જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવેલ છે.

આ કામમાં રાજકોટના યુવા ધારાશાષાી ભગીરથસિંહ ડોડીયા, ખોડુભા સાકરીયા, જયવિર બારૈયા, મીલન જોષી, દિપ  પી. વ્‍યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, સાગરસિંહ પરમાર એડવોકેટ તરીકે રોકાયેલ હતા.

(4:40 pm IST)