Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

મનપાના આસી. મેનેજર હરેશ લખતરીયા સહિત ૮ અધિકારીઓ - કર્મચારીઓ વયનિવૃત્ત

મ્‍યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા મોમેન્‍ટો અપાયા : વિદાયમાન કાર્યક્રમ યોજાયો

ᅠરાજકોટ તા. ૧ : મહાનગરપાલિકાનાં કમિશનર અમિત અરોરાએ વહીવટી તંત્રના હાથ-પગ સમા અધિકારીઓ અને કર્મચારીશ્રીઓને નિવૃત્તિના દિવસે જ પી.એફ. તેમજ જમા થયેલી હક્ક રજાનું રોકડમાં રૂપાંતર જેવા લાભો મળી જાય તે પ્રકારની પ્રણાલી અપનાવેલ છે, જેમાં તા. ૨૮ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના ૮ અધિકારી-કમર્ચારીઓ નિવૃત થતા મ્‍યુનિ. કમિશનરશ્રી દ્વારા મોમેન્‍ટો આપી સન્‍માન કરી વિદાયમાન આપ્‍યું હતું.

ફેબ્રુઆરી-૨૦૨૩નાં છેલ્લા દિવસે નિવૃત્ત થનાર સ્‍ટાફ (૧) બાંધકામ વિભાગના આસીસ્‍ટંટ મેનેજર ᅠલખતરીયા હરેશભાઈ દયાળજીભાઈ (૨) એસ્‍ટેટ બ્રાંચનાં હેડ ક્‍લાર્ક મુનાવરસુલ્‍તાના જી શેખ (૩) પી.જે.એન. લાઇબ્રેરીનાં જુનિયર ક્‍લાર્ક રાજશ્રી પ્રવિણચંદ્ર વોરા (૪) સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખાના જુનિયર ક્‍લાર્ક લલીત કે. પંડ્‍યા (૫) સુરક્ષા વિભાગના વોચમેન વિક્રમસિંહ હનુભા ગોહેલ (૬) સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખાના સફાઈ કામદાર લક્ષ્મીબેન મોહનભાઈ જેઠવા (૭) સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખાના સફાઈ કામદાર હંસાબેન બાબુભાઈ વાઘેલા (૮) સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખાના સફાઈ કામદાર સુભાષભાઈ શંકરભાઈ વાઘેલા વિગેરે નિવૃત થાય છે.

નિવૃત્તિ વિદાય સન્‍માન સમારોહમાં મ્‍યુનિ. કમિશનર અમિત અરોરાના હસ્‍તે કર્મચારીઓને મોમેન્‍ટો આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતાં તેમજ કર્મચારીઓના પી.એફ. અને હક્ક રજાના રોકડમાં રૂપાંતર અંગેના ચુકવણીના હુકમો તથા પી.પી.ઓ. બુકની નકલ પણ આપવામાં આવેલ હતી અને સ્‍વસ્‍થ નિવૃત જીવનની શુભેચ્‍છા પાઠવવામાં આવી. નિવૃત્તિ વિદાયમાન કાર્યક્રમમાં મ્‍યુનિ. કમિશનર અમિત અરોરા, ડેપ્‍યુટી મ્‍યુનિ. કમિશનર સી. કે. નંદાણી, સુરક્ષા અધિકારી આર.બી.ઝાલા, ચીફ એકાઉન્‍ટન્‍ટ અમિત સવજીયાણી, સહાયક મ્‍યુનિ. કમિશનર સમીર ધડુક, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, સિટી એન્‍જી.  એચ. એમ. કોટક, આસિસ્‍ટન્‍ટ મેનેજરો બી. એલ. કાથરોટીયા, વિવેક મહેતા, મનિષ વોરા, નીરજ વ્‍યાસ સહીતનાં અધિકારીઓ - કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:41 pm IST)