Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

આવાસ યોજનાનો ૧૧ માસમાં જ લક્ષ્યાંક પૂર્ણ : ૨૬૫ કરોડની આવક

મનપાની તિજોરી છલોછલ

રાજકોટ તા. ૧ : મહાનગરપાલિકા દ્વારાᅠસરકારની માર્ગદર્શિકા હેઠળ શહેરીજનોને સુવિધા પૂર્ણ આવાસો મળી રહે તેમજ ઘરના ઘરનું સપનું પૂર્ણ થાયે તે માટે સતત કાર્યશીલ છે. જે અન્‍વયે અત્‍યાર સુધીᅠઅલગ અલગ યોજનાઓ અંતર્ગત આજ દિન સુધીમાં ૩૧ હજારથી વધારે આવાસ બનાવીને લાભાર્થીઓને ફાળવવામાં આવેલ છેᅠઅને હજુ પણ નવા આવાસો બનાવવાની કામગીરી ચાલુ છે.ᅠ

જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્‍માર્ટ ઘર, મુખ્‍યમંત્રી આવાસ યોજના,ᅠBSUP - ૧,૨,૩,ᅠરાજીવ આવાસ યોજના, ગુરૂજીનગર, ધરમનગર, ૩૦૧૨,  હુડકો, વામ્‍બે અને સફાઈ કામદાર આવાસ યોજનાઓનો સમાવેશᅠથાય છે.ᅠનાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં આવાસ યોજનાના હપ્તાની વસુલાતનો લક્ષ્યાંક ૧૧ મહિનામાં જ હાંસલ થયેલ છે. રૂ. ૨૬૪.૦૭ કરોડનાં લક્ષ્યાંક સામે તા. ૨૮ ફેબ્રુઆરી સુધીનાં ૧૧ માસમાં રૂ. ૨૬૪.૯૪ કરોડની આવક થયેલ છે તેમ મ્‍યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવ્‍યું હતું.

વિશેષ વિગતો આપતા તેમણે જણાવ્‍યું હતું કે, આવાસᅠયોજનાᅠવિભાગને નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે વાર્ષિક રૂ. ૨૬૪.૦૭ કરોડનો ટાર્ગેટ આપવામાં આવેલ જેના અનુસંધાને આવાસ યોજના વિભાગ દ્વારા આવાસની રીકવરી માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવેલ. જેના ભાગ રૂપે કુલ ૧૧૩૬ લાભાર્થીઓને આવાસના હપ્તા ભરવા માટે નોટીસો તથા લાભાર્થીઓને આવાસની રકમ ભરવા સતત માસ મેસેજ કરવામાં આવેલ. જેના ફળસ્‍વરૂપᅠતા. ૧ એપ્રીલ-૨૨ થીᅠતા.૨૮ ફેબ્રુઆરી-૨૩ સુધીમાં રૂ.૨૬૪.૯૪ કરોડની આવક થયેલ છે. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩નો રૂ. ૨૬૪.૦૭ કરોડનો વાર્ષિક આવકનો લક્ષ્યાંક હતો જે માત્ર ૧૧ માસમાં જ સિધ્‍ધ થયેલ છે તેમજ તા.૩૧ માર્ચ સુધીમાંᅠરૂ.૩૦૦ કરોડની રીકવરી થાય તે માટે સઘન કાર્યવાહી કરવામાં આવશે.

(4:42 pm IST)