Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

વોર્ડ નં. ૧૧માં રૂા. ૯૭ લાખના ખર્ચે સ્‍ટોર્મ વોટર પાઇપલાઇન કામનો પ્રારંભ : ખાતમુહૂર્ત

વોર્ડ નં.૧૧માં કોર્પોરેટરના સતત પ્રયત્‍નથી જુદા જુદા વિસ્‍તારોમાં પ્રાથમિક સુવિધાના કામો થઈ રહ્યા છે. જેના અનુસંધાને વોર્ડ નં.૧૧ રંગોલી આવાસ તથા નવા રીંગ રોડ સુધીના ટી.પી.રોડ પર રૂ.૯૭ લાખના ખર્ચે ૧૨૦૦ એમ.એમ.ની સ્‍ટોર્મ વોટર પાઈપલાઈન નાખવાના કામનું ખાતમુહુર્ત કોર્પોરેટર વિનુભાઈ સોરઠીયા, રણજીતભાઈ સાગઠીયા, લીલુબેન જાદવ તથા વિધાનસભા-૭૧ના પૂર્વ ઇન્‍ચાર્જ રાજુભાઈ બોરીચાના હસ્‍તે કરવામાં આવ્‍યું. આ અવસરે વોર્ડ પ્રમુખ સંજયભાઈ પીપળીયા, કિશાન મોરચાના પ્રમુખ ભરતભાઈ શિંગાળા, બક્ષીપંચ મોરચાના પ્રમુખ ધર્મેશભાઈ સોલંકી, અગ્રણી ફર્નાન્‍ડીઝ પાડલીયા, મુકેશભાઈ પંડીત, રાજુભાઈ સાવલીયા, કિશનભાઈ જોગસવા, જયંતિભાઈ મેઘાણી, ગોવિંદભાઈ વિરડીયા, નરેશભાઈ ત્રાડા, બાવનજીભાઈ કોઠીયા, મોનુભાઈ મુંગરા,મયુરીબેન ભાલારા, પીનાબેન સુરેજા, જયશ્રીબેન રાઠોડ, દિલ્‍પાબેન રાજપુત, સવિતાબેન રામાણી, રાયધનભાઈ કુંભારવાડીયા, જસવંતસિંહ પરમાર, સુરેશભાઈ પરસાણીયા તથા રંગોલી આવાસના ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:42 pm IST)