Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

રાજકોટ શહેરની માધાપર ટીપી ૧૧ ચાર વર્ષથી શા માટે અટકાવવામાં આવી છે ?

રાજકોટ, તા., ૧:  શહેરનો વિસ્‍તાર ખૂબ જ વધી રહ્યો છે. શહેરના મ્‍યુનિસિપલ કોર્પોરેશનના વિસ્‍તારમાં નવા નવા નામો ભળતા રહે છે. છેલ્લે માધાપર ,ઘંટેશ્વર ,મુંજકા અને મોટા મવા ભળ્‍યા. આ ગામો અને બીજા રૈયા, નાના મવા જેવા વિસ્‍તારોમાં પણ અવારનવાર વિકસતા વિસ્‍તારોમાં શહેરી વિકાસ યોગ્‍ય થાય તે માટે વ્‍ભ્‍ સ્‍કીમ નું આયોજન થતું હોય છે.

 તે જ રીતે માધાપર વિસ્‍તારમાં ઓક્‍ટોબર ૨૦૧૯ માં ટીપી સ્‍કીમ ૧૧ નું આયોજન જાહેર કરવામાં આવ્‍યું ત્‍યારે માધાપર રૂડા ઓર્થોરીટીમાં હતું. ટીપી સ્‍કીમ કરવાનો ઇરાદો જાહેર થતાં જ તે વિસ્‍તારમાં પ્‍લાન પાસ કરાવવાનું બંધ થઈ જાય છે. તેથી ત્‍યારથી અત્‍યાર સુધી માધાપર ટીપી ૧૧ માં આવતા વિસ્‍તારમાં પ્‍લાન મંજૂર કરવાનું બંધ કરી દેવામાં આવ્‍યું છે.

ઘણા સમય સુધી રૂડા માં આ ટીપી સ્‍કીમ કોઈપણ જાતની કામગીરી વગર પડી રહી કારણ કે રૂડા પાસે સ્‍ટાફ ઓછો છે અને આ વિસ્‍તાર કોર્પોરેશનમાં ભળી જવાનો છે તેવી સતત માહિતી આવતી હતી અંતે માધાપર કોર્પોરેશનમાં ભળી ગયું.

કોર્પોરેશનમાં ભળ્‍યા પછી લગભગ છ મહિના પછી મુસદ્દારૂપ યોજના જાહેર કરવામાં આવી અને લોકોના વાંધા સૂચનો સ્‍વીકાર્યા બાદ ત્રણ મહિના પછી ગુજરાત સરકાર માં ડ્રાફ્‌ટ ટીપી સ્‍કીમ તરીકે જાહેર કરવા માટે મોકલી આપવામાં આવી ત્‍યારે શ્રી વિજયભાઈ રૂપાણી મુખ્‍યમંત્રી તરીકે હતા.

આ માધાપર ટીપી સ્‍કીમ ૧૧ પછી ટીપી ૩૮/૧ અને ટીપી ૩૮/૨ જાહેર થઈ હતી. જોવા જેવું એ છે કે આ બંને ટીપી સ્‍કીમો ડ્રાફ્‌ટ તરીકે મંજૂર થઈ ગઈ અને તેમાં પ્‍લાન પાસ થવાના ચાલુ થઈ ગયા. પણ હજુ તેની પહેલા જાહેર થયેલી ટીપી ૧૧ (માધાપર) ડ્રાફ્‌ટ  તરીકે પણ મંજૂર નથી થઈ અને તેમાં પ્‍લાન પાસ થતા નથી આ સમયગાળો લગભગ ચાર વર્ષનો છે. ડ્રાફ્‌ટ ટીપી સ્‍કીમ સરકાર મંજૂર કરે ત્‍યારબાદ તે માટે ટાઉન પ્‍લાનર ની નિમણૂક થાય. ત્‍યારબાદ કોર્પોરેશન દ્વારા તે ટાઉન પ્‍લાનર શ્રી ની ઓફિસમાં પ્રકરણો અભિપ્રાયો માટે મોકલવામાં આવે અને તે અભિપ્રાયો મળ્‍યા પછી પ્‍લાન મંજૂરી ની પ્રક્રિયા આગળ વધે. આમ અભિમન્‍યુના સાત કોઠા જેવી પ્રક્રિયા તો હજુ બાકી છે.

અરજદારો/બિલ્‍ડર્સ અવારનવાર મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ત્‍યારબાદ ભુપેન્‍દ્રભાઈ પટેલને તથા શહેરી વિકાસ ખાતામાં મુખ્‍ય ટાઉન પ્‍લાનર ગાંધીનગર મ્‍યુનિસિપલ કમિશનર શ્રી, મેયર શ્રી, ટાઉન પ્‍લાનિંગ કમિટી, ચેરમેન ,ધારાસભ્‍યો, સંસદસભ્‍યો વગેરેને રજૂઆત કરતા રહ્યા પણ રહસ્‍યમય રીતે આ ટીપી સ્‍કીમ ૧૧ ને મંજૂરી આપવામાં આવી નથી.  હાલના નવા ચાર ધારાસભ્‍યોને આવી કોઈ માહિતી નથી તેઓ આ બાબતથી અજાણ છે.

અનેક સર્વે નંબર હજારો ચોરસ મીટર જગ્‍યામાં પ્‍લાન પાસ થવાના બંધ થાય તો શું ફરક પડે? ભારતમાં બાંધકામ ઉદ્યોગ સૌથી વધુ રોજગારી આપતો વ્‍યવસાય છે. મિષાી,કડિયા,પ્‍લમ્‍બર,ઇલેક્‍ટ્રિશિયન, સેન્‍ટ્રીંગ વાળા, કલરવાળા ,મજુર ,લાદીવાળા, ફેબ્રિકેશનવાળા, રેતી-કપચી ના સપ્‍લાયર દરેક જાતના સિમેન્‍ટ,સ્‍ટીલ રંગ જેવા વેપારીઓ વગેરેના ધંધા બંધ થઈ ગયા છે. લોકો પોતાનું એક નાનું મકાન બનાવી શકતા નથી. પ્‍લાન પાસ વગર બેન્‍ક પણ લોન ના આપી શકે. ખાલી આવા કારીગરો મટીરીયલ સપ્‍લાય જ ના હજારો ચોરસ મીટર ધરાવતી સ્‍કીમ માં બંધ થયા છે. એવું નથી કે આ ખોદાણ કરવા આવતી એજન્‍સીઓ જેમ કે  જેસીબીવાળા, ટ્રેક્‍ટર વાળા, ટ્રક વાળા એવા કેટલાય પેટા પ્રકારો છે કે જેમાં ધંધા બંધ થઈ ગયા છે. અરે સાઈટ ની  બાજુમાં ચા ની લારી રાખીને ઉભો રહેતો વ્‍યક્‍તિ પણ પોતાનું ગુજરાન આવી બાંધકામની સાઈટ પરથી ચલાવતો હોય છે.  હજારો મજૂરો કે જે ગુજરાત બહારથી આવે છે તે પણ અહીં જ નભે છે. આ બધી બાબતોનો આ સરકાર ચલાવતા વ્‍યક્‍તિઓને ખ્‍યાલ નહીં હોય ?

સેંકડો નાના બાંધકામ કરનાર વ્‍યક્‍તિઓએ જમીન લઈ લીધી છે. બાંધકામના પ્‍લાન પાસ થતા નથી. તેથી રોકાણ ખોરભે પડ્‍યું છે. કેટલાય બાંધકામ કરનાર વ્‍યક્‍તિઓએ ટૂંક સમયમાં જ નીવેડો આવી જશે, તેમ માનીને બાંધકામ નિયમ મુજબ શરૂ કરેલ, તેવા બાંધકામો અધૂરા પડ્‍યા છે. કેટલાય નાના વ્‍યક્‍તિઓ પર આવા બાંધકામો અને જમીનો લેવા માટે વ્‍યાજે રકમ લઈને બેઠા છે. તેવી વ્‍યાજના ચક્કરમાં હોમાઈ ચૂકયા છે અને તેમની જિંદગી નર્કગર જેવી થઈ છે. કેટલાય લોકોએ નિરાશાજનક વિચારો સાથે આત્‍મા વિલોપની ચર્ચાઓ કરતા જોવા મળ્‍યા હતા. શું આવી ઘટનાઓ બનશે ત્‍યારે સરકાર જાણશે?

શહેરના કોર્પોરેટર્સ,  ધારાસભ્‍ય, સંસદસભ્‍યો વગેરે આ બાબતથી સાવ અજાણ હોય તેવું કોઈ માની શકે જ નહીં. લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે પહેલા હેતુ પૂર્વક આ ટીપી સ્‍કીમ તરીકે આગળ વધવા દેવામાં આવતી નહોતી કારણ કે આની આસપાસ આવેલી જમીનમાં કોઈ વગદાર વ્‍યક્‍તિના હતા. પહેલા તે જમીનોના નિકાલ થાય પછી જ માધાપર ટીપી ૧૧ આગળ વધવી જોઈએ તેવી ચર્ચાઓ જનતામાં હતી. હવે એવું ચારે બાજુ સાંભળવા મળે છે કે કોઈ વગદાર વ્‍યક્‍તિ પોતાના સર્વે નંબર માટે આ ટીપી સ્‍કીમ પ્રસિદ્ધ ન થાય તેવું દબાણ સર્જીને બેઠા છે. આ બધી બાબતો લોક મુખે ચર્ચાઈ  છે. સાચું શું છે તે કોઈને ખબર નથી. પણ રાજકોટની પ્રજા મૂંગે મોઢે પીસાય છે. આ વિસ્‍તારનો વિકાસ અટકી ગયો છે આ હજારો ચોરસ મીટર એરીયા ધરાવતી માધાપર ટીપી ૧૧ નો એરીયા અત્‍યારે સાવ બંજર જમીન જેવો થઈ ભો છે.

હેતુ પૂર્વક આ ટીપી સ્‍કીમ અટકાવવામાં આવી છે. તે શહેરના દરેક નાગરિક ના મનમાં છે જ બધા ધુરંધરો આંખે પાટા બાંધીને શાહમળગ વળતિ દાખવે છે કે એમને ખબર જ નથી!!!

રાજકોટ બિલ્‍ડરર્સ એસોસિએશન ખૂબ જ પ્રભાવશાળી છે. ગુજરાતના રાજકારણમાં રાજકોટ શહેરમાંથી અનેક નેતા હોય ખૂબ જ પ્રભાવ પાડ્‍યો છે. શું તેમની રજૂઆત ગણ કરવામાં આવતી નથી? રાજકોટ બિલ્‍ડર્સ એસોસિએશનને હાલમાં જંત્રી ડબલ થઇ ત્‍યારે રણ ટંકાર કરેલ કે......ૅતો દસ્‍તાવેજ નહીં થાયૅતો આવી બાબતો માધાપર ટીપી સ્‍કીમ ૧૧ બાબતે ન થાય કે નિ?તિ સમયગાળામાં આ ટીપી સ્‍કીમ ડ્રાફ્‌ટ તરીકે ડિક્‍લેર ન થાય અને પ્‍લાન મંજૂર કરવાના શરૂ ન થાય તો બિલ્‍ડરર્સ એસોસિયેશન ઓથોરિટીમાં પ્‍લાન મૂકવાના બંધ કરી દેશે? ઈચ્‍છા શક્‍તિ હોય તો બધું થઈ શકે તેમ છે.

(4:42 pm IST)