Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

ગોંડલ ચોકડી ફલાય ઓવર પુરો થવાની તૈયારીમાં કલેકટર દ્વારા નિરીક્ષણ : સીકસ લેન ધરાવતો બ્રીજ

રાજકોટઃ  નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્‍ડિયા દ્વારા ગોંડલ ચોકડી પાસે ફ્‌લાય ઓવર બનાવવાનું કાર્ય પ્રગતિમાં છે. જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુએ આ ફ્‌લાય ઓવર સાઈટની મુલાકાત લીધી હતી તેમજ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્‍ડિયા તરફથી પ્રોજેક્‍ટ ડાયરેક્‍ટરશ્રી સંજય યાદવ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી અને ટ્રાફિક મેનેજમેન્‍ટ, સ્‍પીડ બ્રેકર વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરીને સમગ્ર વ્‍યવસ્‍થાની સમીક્ષા કરી હતી. ઉલ્લેખનીય છે કે આ ફ્‌લાય ઓવરની લંબાઈ લગભગ ૧.૨ કી.મી. છે. છ લેન ધરાવતો આ ફ્‌લાય ઓવર રાજકોટને જૂનાગઢ અને સોમનાથ સાથે જોડતા મહત્‍વપૂર્ણ માર્ગ પર આવેલ છે. આ ફ્‌લાય ઓવર તૈયાર થયે શહેરના મહત્‍વના ટ્રાફિક પોઇન્‍ટ ગોંડલ ચોકડી પર ટ્રાફિકની સમસ્‍યા હળવી થશે. ઉપરાંત, શાપર ઔદ્યોગિક વિસ્‍તારના વાહનચાલકોને સુવિધારૂપ પુરવાર થશે.

(4:43 pm IST)