Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

મેડીકલેઇમ પોલીસી અંગે ફરીયાદી દ્વારા થયેલ ફરીયાદને રદ કરતુ ગ્રાહક ફોરમ

રાજકોટ, તા. ૧ :  સુરેન્‍દ્રનગરના ગ્રાહક તકરાર ફોરમએ ફરીયાદીની અરજી રદ કરેલ હતી.

સુરેન્‍દ્રનગરમાં રહેતા ચિરાગ પ્રકાશભાઇ મકવાણા ત્રિદેવ પાર્ક સોસાયટી શેરી નં. ર માં રહેતા તેઓએ મેડીકલેઇમ અંગેની પોલીસી યુનિવર્સિટી સોમ્‍પો જનરલ ઇન્‍સ્‍યોરન્‍સ કાું. માંથી તા. ર૦-૩-ર૦ર૧ ના રોજ રૂા. પ,૦૦,૦૦૦ નો કમ્‍પલીટ હેલ્‍થ કેર ઇન્‍સ્‍યોરન્‍સ મેડીકલેઇમ પોલીસી લીધેલી.

ત્‍યારબાદ તેઓએ તા. રપ-૦૪-ર૦ર૧ ના રોજ તેઓને પેટમાં દુઃખાવો થતા સારવાર કરાવેલી જે સારવારમાં તેઓને હોસ્‍પિટલમાં તા. રપ-૪-ર૦ર૧ થી તા. ૦૬-પ-ર૦ર૧ સુધી ડોકટર પાસે સર્જરી કરાવી દાખલ થયેલ અને તેની સારવારમાં કુલ રૂા. ૧,૮૦,૦૦૦ નો ખર્ચ થયેલ  અને તે અંગે તેઓએ વિમા કંપની પાસેથી વળતર મેળવવા કલેઇમ દાખલ કરેલ. વિમા કંપનીએ કલમ-૩ મુજબ પોલીસીની પ્રથમ ૩૦ દિવસ સુધી રોગ (ડીસીઝ) અંગેટર્મ કંડીશન મુજબ વળતર મળવા પાત્ર નથી તેનો કલેઇમ રદ કરેલ જેથી તેઓએ સુરેન્‍દ્રનગરની ગ્રાહક તકરાર કન્‍ઝયુમર ફોરમ સમક્ષ વિમા કાું. વિરૂધ્‍ધ ફરીયાદ દાખલ કરેલ જે ફરીયાદમાં વિમા કંપની વતી તેમના એડવોકેટ મનિષ એચ. ખખ્‍ખરએ એવી રજુઆત કરેલ કે આ ફરીયાદીને દાખલ તેઓ તા. રપ-૪-ર૦ર૧ ના થયેલ છે પરંતુ તેઓને બિમારી તા. ૧૭-૪-ર૦ર૧ ના રોજ થયેલ હતી જેથી તે પોલીસીની ૩૦ દિવસની અંદર રોગ થયેલ હોવાથી વિમા કંપનીએ કાયદાની જોગવાઇ મુજબ તેઓનો કલેઇમ રદ કરેલ છે. તેમજ તેઓએ જુદી જુદી સ્‍ટેટ ફોરમ તથા હાઇકોર્ટના ચુકાદાઓ ટાંકી દલીલ કરેલ જે દલીલને માન્‍ય રાખી સુરેન્‍દ્રનગરની ગ્રાહક તકરાર કન્‍ઝયુમર ફોરમ એ ફરીયાદીની ફરીયાદ રદ કરેલ છે.

આ કામમાં યુનિર્વસલ સોમ્‍પો ઇન્‍સ્‍યોરનસ કંપની વતી સૌરાષ્‍ટ્રના જાણીતા એડવોકેટ મનીષ એચ. ખખ્‍ખર, અલય એમ. ખખ્‍ખર રોકાયેલ હતા

(4:43 pm IST)