Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

હીરામણિ પ્રાથમિક શાળાના તેજસ્‍વી વિદ્યાર્થીઓનું સન્‍માન

રાજકોટઃ અમદાવાદ હીરામણિ સ્‍કુલના ધોરણ ૧થી ૭ના વિદ્યાર્થીઓ દ્વારા વર્ષ દરમ્‍યાન જુદી જુદી રમતોમાં વિશિષ્‍ટ સિદ્ધીઓ મેળવવા બદલ ડો.શ્રી વિદ્યુતભાઇ દેસાઇના મુખ્‍ય મહેમાન પદે તેમજ જનસહાયક ટ્રસ્‍ટના પ્રમુખ નરહરિ અમીનના હસ્‍તે સ્‍કુલ કેમ્‍પસમાં વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ યોજાયો. સમારોહમાં અભ્‍યાસિક-સહઅભ્‍યાસિક જેમકે લાંબીદોડ, ટુંકીદોડ, ગોળાફેંક, વોલીબોલ, ક્રિકેટ, ખો-ખો, કરાટે, ચિત્રકામ તથા વિવિધ રમતોમાં તથા વિશિષ્‍ટ સિદ્ધિઓ મેળવવા બદલ ૩૪૦ વિદ્યાર્થીઓને ઇનામો, મેડલ્‍સ અને સર્ટિફિકેટસ હીરામણિ સ્‍કુલ દ્વારા આપવામાં આવ્‍યા હતાસંસ્‍થાના પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ શ્રીમતી નીતાબેન અમીન, સેક્રેટરી આર.સી.પટેલ, જોઇન્‍ટ સેક્રેટરીશ્રી પંકજભાઇ દેસાઇ, ગવર્નિગ બોર્ડના સભ્‍યશ્રી હર્ષદભાઇ પટેલ, સી.ઇ.ઓ ભગવતભાઇ અમીન, શાળાના આચાર્યો, શિક્ષકો તથા મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહયા હતા.

(4:44 pm IST)