Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

વાટલીયા પ્રજાપતિ યુવક મંડળ દ્વારા રવિવારે સાધારણ સભા

રાજકોટઃ વાટલિયા પ્રજાપતિ યુવક મંડળ- રાજકોટ દ્વારા તા.૫ માર્ચને રવિવારે સાંજે ૪:૩૦ કલાકે વાટલિયા પ્રજાપતિ સમાજની વાડી, ભકત ગોરાકુંભાર ચોક, ૧- ઉદયનગર, મવડી ચોકડી પાસે, મવડી મેઈન રોડ ખાતે આગામી ૯મી કારોબારીની રચના કરવા માટે સાધારણ સભાનું આયોજન કરવામાં આવેલ છે.

જે કોઈ જ્ઞાતિજનને પત્રિકા ન મળી હોય તો પોતાના વિસ્‍તારના કારોબારી સદસ્‍ય પાસેથી મેળવી લેવી. રાજકોટમાં વસતા વાટલિયા પ્રજાપતિ સમાજના ભાઈઓ તથા બહેનોએ ઉપસ્‍થિત રહેવા મંડળના પ્રમુખ મનસુખભાઈ ધંધુકિયા તથા મંત્રી અમૃતલાલ ઉનાગરની યાદી જણાવે છે.

(5:28 pm IST)