Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

સપનાને સાકાર કરવાની હિંમત કેળવવી જોઇએ

રહેવર સ્‍કુલમાં મેયર ડો.પ્રદિપ ડવનું ઉદબધોન

રાજકોટઃ શ્રી રહેવા સ્‍કુલ આયોજીત પ્રેરક શૈક્ષણિક કાર્યક્રમના અધ્‍યક્ષસ્‍થાને આ શાળા જ ભુતપુર્વ વિદ્યાર્થી અને મેયર ડો.પ્રદીપભાઇ ડવે ઉપસ્‍થિત રહયા હતા ડો.વિજયભાઇ ટોળીયા, સંચાલક શ્રી જયશકિત સ્‍કુલ, શ્રી બાવળીયા, શ્રી જ્ઞાન સૌરભ સ્‍કુલ, શ્રી હાજીભાઇ તથા શ્રી જયદેવભાઇ વીરડા શ્રી મધુવન સ્‍કુલ તેમજ શ્રી હરદાસભાઇ શ્રી માતૃદર્શન સ્‍કુલના હસ્‍તે થયેલ

આ તકે મેયર ડો.પ્રદીપભાઇ ડવે વિદ્યાર્થીઓને જણાવેલ કે, સપનાને સાકાર કરવાની હિંમત કેળવવી જોઇએ. તેમણે પોતાના જુના સંસ્‍મરણો વાગોળતા જણાવેલ કે હું અહી જ શ્રી જયરાજભાઇ અને શ્રી રઘુવીરસિંહના સાનિધ્‍યમાં સતત અભ્‍યાસ કરતો તેના થકી હું આજે આ સ્‍થાને પહોંચ્‍યો છું. મારા ઘડતરમાં રહેવા સ્‍કુલનો ફાળો મહત્‍વનો છે તેઓએ શાખાના ભુતપૂર્વ વિદ્યાર્થી શ્રી કૃષ્‍ણ ડેરી ફાર્મના સંચાલકશ્રી અર્જુનભાઇ ચાવડાને સ્‍મૃતિચિહન શિલ્‍ડ અર્પણ કરવામાં આવેલ

(4:52 pm IST)