Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

વિજ્ઞાન જાથા અને ન્‍યુ પરિમલ સ્‍કુલ દ્વારા વિજ્ઞાન રેલી : અંધશ્રધ્‍ધા સામે જાગૃતિનો પ્રચાર

રાજકોટ : રાષ્‍ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીરૂપે ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા વિજ્ઞાન રેલીનું આયોજન કરાયુ હતુ. જેને કલેકટરશ્રી અરૂણ મહેશબાબુના હસતે પ્રસ્‍થાન કરાવાયુ હતુ. આ રેલી શહેરના મુખ્‍યમાર્ગો પર ફરી અંધશ્રધ્‍ધાથી દુર રહેવા અને વિજ્ઞાનને સમજવા સંદેશો પ્રસરાવવામાં આવ્‍યો હતો. ન્‍યુ પરિમલ સ્‍કુલના સંચાલક ચંદ્રકાન્‍તભાઇ મંડીરે આ તકે જાથાની ટીમનું સન્‍માન કરી આવકાર્યા હતા. આચાર્ય અલ્‍પાબેન, બ્રીજેશભાઇ મંડીરે શાળાનો પરિચય રજુ કરી વિજ્ઞાન મેળાની માહીતી આપી હતી. વિજ્ઞાન રેલીમાં અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, ધીરૂભાઇ ટોળીયા, વિપુલ ગોસ્‍વામી, ભક્‍તિબેન રાજગોર, ભાનુબેન ગોહિલ, ચંદ્રીકાબેન ચંદ્રપાલે મશાલ સરઘસ, વિજ્ઞાન સુત્રો-બેનર સાથે આગેવાની લીધી હતી. સમગ્ર સંચાલન ન્‍યુ પરિમલ શાળાના રમેશભાઇ વ્‍યાસે કર્યુ હતુ.  શાળાના વિજેતા છાત્ર છાત્રાઓને આ તકે ઇનામ પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. આગામી ૪ માર્ચના ન્‍યુ પરિમલ સ્‍કુમલાં યોજાનાર વિજ્ઞાન પ્રદર્શન અંગે પણ આ તકે પ્રચાર પ્રસાર કરાયો હતો.

(4:55 pm IST)