Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

ભૂષણ ગ્રુપ ઓફ સ્‍કૂલ્‍સ દ્વારા કાલથી ત્રિદિવસીય ભવ્‍ય વિજ્ઞાન મેળાનું આયોજન

રાજકોટ તા. ૧: રાજકોટના ઉપલા કાંઠા વિસ્‍તારની સંસ્‍થા શ્રી ભૂષણ ગ્રુપ ઓફ સ્‍કૂલ્‍સની શ્રી નાલંદા પ્રાથમિક શાળા, શ્રી પરિમલ વિદ્યાવિહાર, શ્રી મેહુલ પ્રાથમિક શાળા, શ્રી મેહુલ વિદ્યાલય (ગુજરાતી માધ્‍યમ) તથા પોલસ્‍ટાર પ્રાયમરી સ્‍કૂલ (અંગ્રેજી માધ્‍યમ) દ્વારા સ્‍પેકટેકયુલો વિજ્ઞાન મેલા-ર૦ર૩'નું ત્રિદિવસીય આયોજન પંડિત દિનદયાળ ઉપાધ્‍યાય હોલ' પેડક રોડ, રાજકોટ-૩ ખાતે કરવામાં આવી રહ્યું છે. તા. ર માર્ચથી ૪ માર્ચ, ર૦ર૩ સુધી ચાલનારા આ વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રાથમિક શાળાનાં બાળકો દ્વારા તૈયાર થયેલ વિવિધ કૃતિઓનું નિદર્શન શાળાના બાળકો દ્વારા જ રજુ કરવામાં આવશે.

જ્ઞાન, વિજ્ઞાન અને ગમ્‍મતના ત્રિવિધ મહોત્‍સવમાં શાળાના શિક્ષકોના માર્ગદર્શનમાં પ્રાથમિક વિભાગ ધોરણ-૧ થી ૮ ના બાળકોએ ઉત્‍સાહ અને ચોકસાઇ સાથે નમૂનાઓ (મોડેલ), ચાર્ટ, પોસ્‍ટર, પ્રકલ્‍પ-પ્રતિકૃતિઓની સુંદર રચનાઓને રજુ કરી છે. આશરે ૧૦૦ કૃતિઓમાં ૧ર૦૦ વિદ્યાર્થીઓએ આ પ્રદર્શનમાં ભાગ લીધેલ છે.

શ્રી નાલંદા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી કોકિલાબેન બલદાણીયા તથા પરિમલ વિદ્યાવિહારના આચાર્યશ્રી ગીતાબેન પરડવાના માર્ગદર્શન તળે બાળકો દ્વારા વિજ્ઞાનની વિવિધ શાખાઓ સાથે સંબંધિત ૩૦ (ત્રીસ) કૃતિઓની રજૂઆત તા. ૦ર ગુરૂવારે, પ્રદર્શિત કરવામાં આવશે. જેમાં સ્‍માર્ટ વિલેજ, સેટેલાઇટ, અને ચંદ્રયાન, હાઇડ્રોલિક પાવર સિસ્‍ટમ, મેથ્‍સ મેજિક તેમજ સ્‍માર્ટ વેસ્‍ટ મેનેજમેન્‍ટ, વુમન સેફટી ડિવાઇસ, હોમમેડ ઉપકરણો, કૃતિઓ બાળકો દ્વારા રજૂ થશે. તા. ૩ શુક્રવારે શ્રી મેહુલ સ્‍કૂલના આચાર્ય શોભનાબેન પરડવાના માર્ગદર્શન તળે ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી કૃતિઓ જેવી કે, હાઇડ્રોપોનિકસ ફાર્મ, ટેક-સેવી સિટી, સ્‍પીડબ્રેકર ઓફ પોલ્‍યુશન, ધર્મ અને વિજ્ઞાન મેથ્‍સ પઝલ્‍સ વગેરે ૩૦ (ત્રીસ) જેટલી કૃતિઓની રજુઆત થશે.

તા. ૦૪ શનિવારે પોલસ્‍ટાર પ્રાયમરી સ્‍કૂલ (અંગ્રેજી માધ્‍યમ) વિભાગના વિદ્યાર્થીઓ અચાર્યશ્રી ગીતાબેન પરડવાના માર્ગદર્શન તળે સ્‍માર્ટ કાર પાર્કિંગ, ન્‍યુટ્રીશીયન એન્‍ડ ફૂડ, ટ્રાફિક રૂલ્‍સ એન્‍ડ રોડ રોલર બેરી, ઇન્‍ફીનીટી મિરર તથા હયુમન આઇ જેવી કૃતિઓની રજૂઆત કરશે.

ત્રિદિવસીય સ્‍પેકટેકયુલો વિજ્ઞાન મેલા-ર૦ર૩'નું સમયબદ્ધ આયોજન શ્રી ભૂષણ ગ્રુપ ઓફ સ્‍કૂલના યુવા સંચાલક પરિમલભાઇ પરડવા અને મેહુલભાઇ પરડવાના માર્ગદર્શન તળે થયું છે.

શાળાના બાળકોના પ્રયાસને બિરદાવવા સૌ કોઇને પધારવા શ્રી ભૂષણ ગ્રુપ ઓફ સ્‍કૂલ નિમંત્રણ પાઠવે છે.

(4:56 pm IST)