Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

રાજકોટમાં શનિવારે કરાઓકે કોમ્‍પીટીશન

રાજકોટઃ રોયલ એકેડમી ઇન્‍ડિયાના શ્રી ચંદ્રકાંતભાઇ શેઠ, સીટી ડેન્‍ટલ હોસ્‍પીટલના ડો.આનંદ જસાણી તથા રશ્‍મીબેન જસાણી દ્વારા આયોજીત સૌરાષ્‍ટ્ર કચ્‍છના સિંગર્સને વિશાળ પ્‍લેટફોર્મ મળી શકે તેના માટે કરાઓકે કોમ્‍પીટીશન તા.૪/૩ને શનિવાર સાંજે ૮ કલાકે (એન્‍ટ્રી ૭.૩૦ કલાકે) હેમુગઢવી હોલ ખાતે આયોજન કરવામાં આવેલ છે. તેમાં કરાઓકેમાં ગાવા માટેનું સારૂ એવુ મોટું પ્‍લેટફોર્મ મળી રહેશે અને તે પણ બિલકુલ ફ્રીમાં. આ કોમ્‍પીટીશન દ્વારા ખાસ નવા યંગસ્‍ટર્સને પ્રોત્‍સાહિત કરવામાં આવશે બાળકોથી લઇને વડીલોને પણ ખુબજ પ્રોત્‍સાહન મળશે તેમ આગેવાનોએ જણાવેલ

આ કરાઓકે કોમ્‍પીટીશનમાં મુખ્‍ય મહેમાનોમાં કર્ણાટકના પુર્વ રાજયપાલ અને ગુજરાતના પુર્વ રાજયપાલ અને ગુજરાતના પુર્વ નાણામંત્રી શ્રી વજુભાઇ વાળા, મેયરશ્રી પ્રદીપભાઇ ડવ તથા ધારાસભ્‍ય શ્રી ડો.દર્શિતાબેન શાહ ઉપસ્‍થિત રહેશે.

કરાઓકે કોમ્‍પીટીશનના પાસ માટે આજ સુધીમાં પાસ સીટી ડેન્‍ટલ હોસ્‍પિટલ, વિરાણીચોક, રાજકોટ અને રોયલ એકેડમી ઇન્‍ડિયા, સી-૨૦૩, ઇમ્‍પીરીયલ હાઇટસ, બીગ બજાર સામે, ૧૫૦ ફુટ રોડ રાજકોટ ખાતે મેળવી લેવા વિનંતી

આ ટોપ ૧૦ કાર્યક્રમની અંદર સેવા આપનાર ફાઇનલ રાઉન્‍ડના જજ ડો.કિંજલ પરમાર, પ્રિતીબેન ભટ્ટ, રાજેશભાઇ વ્‍યાસ, કીશોરભાઇ મંગલાણી, જયંતભાઇ જોષી, પારૂલબેન જોષી, ડો.દિનેશ શ્રીમાંકર, નીતાબેન વસાવડા, અનુપાબેન દેસાઇ તેમજ જયુરીમાં ચંદ્રકાંતભાઇ શેઠ, મધુકરભાઇ મહેતા, રવિભાઇ ઘટ્ટ, ડો.આનંદભાઇ જસાણી અને રશ્‍મીબેન જસાણી ઉપસ્‍થિત રહેશે.

આ કોમ્‍પીટીશનમાં બે કેટેગરી રાખવામાં આવેલ છે.(એ) ઉમર ૧૦થી ૪૦ વર્ષના ભાઇઓ-બહેનો(બી) ઉમર-૪૧ વર્ષથી ઉપરના ભાઇઓ-બહેનો તેમજ નિયમોનો ભંગ કરતા હશે તેને કોમ્‍પીટીશનમાં રાખવામાં આવશે નહી. ફાઇનલમાં ૧થી૩ને સીટી ડેન્‍ટલ હોસ્‍પિટલ અને રોયલ એકેડમી ઇન્‍ડિયા દ્વારા બિરદાવીને પ્રોત્‍સાહીત ઇનામ અને સર્ટીફીકેટ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ૧૨૫ ઉપરાંત કરાઓકે સિંગર્સનું ગૃપ ધરાવનાર શોભનાબેન વિઠલાણીની પુત્રી કુમારી કરીશ્‍મા વિઠલાણી કે જેને નૃત્‍ય કથકમાં અલંકાર કરી પદવી પ્રાપ્ત કરેલ છે જે નૃત્‍ય માટે સરાહનીય છે તે કૃષ્‍ણ નૃત્‍યનું પરફોમન્‍સ રજુ કરશે

આ કરાઓકે કોમ્‍પીટીશનની વિશેષ માહિતી માટે મો. ૭૪૩૩૦ ૩૩૫૪૮(સંદીપભાઇ) અને ૯૩૭૪૧ ૧૭૭૫૪(મધુકરભાઇ મહેતા)નો સંપર્ક કરવો, અત્રે ઉલ્‍લેખનીય છે કે, શ્રી ચંદ્રકાન્‍તભાઇ શેઠ સંગીતમાં ઘણાબધા ગૃપમાં સક્રિય છે અને સિંગર્સને પ્રોત્‍સાહિત કરવા માટે થઇ અને આ અનેરો કાર્યક્રમ આયોજકો દ્વારા કરવામાં આવેલ છે જેમાં પ્રથમ ૨૦૦ સુધીની એન્‍ટ્રી લેવામાં આવશે તેમ યાદીમાં જણાવાયુ છે.

કાર્યક્રમના આયોજક રોયલ એકેડમી ઇન્‍ડિયાના શ્રી ચંદ્રકાન્‍તભાઇ શેઠ અને રૂષભભાઇ શેઠ તેમજ સીટી ડેન્‍ટલ હોસ્‍પીટલના ડો. આનંદ જસાણી તથા રશ્‍મીબેન જસાણી છે.તસ્‍વીરમાં અકિલા પરિવારના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે જૈન અગ્રણી ચંદ્રકાંતભાઇ શેઠ, સંદીપભાઇ ટાંક, બીપીનભાઇ પારેખ, જગદીશભાઇ દોશી અને મધુકરભાઇ મહેતા નજરે પડે છે(તસ્‍વીરઃ સૅદીપ બગથરીયા)

(4:58 pm IST)