Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

સિવિલ હોસ્‍પિટલમાં સ્‍કીન બેંકનું સાંસદ રામભાઇના હસ્‍તે ઉદ્દઘાટનઃ દારૂ પકડાયો તે અંગે રજૂઆત કરશે

શ્વાન કરડે તો તેની સારવાર માટે અલગથી શરૂ કરાયેલો વોર્ડ પણ ખુલ્લો મુકાયોઃ તબિબી અધિક્ષક ત્રિવેદી

રાજકોટઃ પીડીયુ સિવિલ હોસ્‍પિટલમાં આજે વધુ એક વખત સાંસદ રામભાઇ મોકરીયાએ મુલાકાત લીધી હતી. કલેક્‍ટરની આજે યોજાયેલી મિટીંગ કોઇ કારણોસર  રદ થતાં સાંસદશ્રી મોકરીયા હોસ્‍પિટલે પહોંચ્‍યા હતાં અને તબિબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદી સાથે બેઠક યોજી દર્દીઓની સારવાર, સુવિધા સહિતની બાબતો અંગે ચર્ચા કરી હતી. ત્‍યારબાદ પીએમએસએસવાય બિલ્‍ડીંગમાં સ્‍કીન બેંક શરૂ કરવાની હોઇ તેની વિધીસર મંજુરી મળી ગઇ હોઇ સ્‍કીન બેંકનું તેમણે ઉદ્દઘાટન કયુૃ હતું. તબિબી અધિક્ષક ડો. ત્રિવેદીએ જણાવ્‍યું હતું કે સાંસદશ્રીએ ઓપીડીમાં ગ્રાઉન્‍ડ ફલોરમાં ઇન્‍જેક્‍શન રૂમ નજીક શ્વાન કરડે તેની ખાસ સારવાર માટેના અલગ વોર્ડને શરૂ કરવામાં આવ્‍યો હોઇ તેનું ઉદ્દઘાટણ પણ કર્યુ હતું. આજે સિવિલ હોસ્‍પિટલ કમ્‍પાઉન્‍ડમાં આવેલી કેન્‍ટીન નજીકથી પોલીસે દારૂની બોટલો સાથે એક શખ્‍સને પકડયો હતો. આ અંગેની બાતમી સિવિલ હોસ્‍પિટલના સિક્‍યુરીટી સ્‍ટાફે આપી હોઇ તેના સાંસદશ્રીએ વખાણ કર્યા હતાં. તેમજ આ મામલે પોતે પોલીસ કમિશનર અને કલેક્‍ટરને રજૂઆત કરશે તેમજ હોસ્‍પિટલ પોલીસ ચોકીમાં પણ વધારાનો સ્‍ટાફ આપે તે અંગે રજૂઆત કરશે તેમ જણાવ્‍યું હતું.

(4:58 pm IST)