Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

મૌલિક ગોંધિયાનો ડંકોઃ રાષ્‍ટ્રીયસ્‍તરનો ગોલ્‍ડ મેડલ

રાજકોટ મહાપાલિકાના અધિકારી LSGD પરીક્ષામાં દેશમાં પ્રથમ : લાબેલા પરિવારનું ગૌરવ આસમાનેઃ નાનાભાઇ દેવાંગના લગ્ન ફેરા ચાલુ હતા અને મૌલિકભાઇ પરીક્ષાની તૈયારીમાં હતાઃ મૌલિકભાઇના જીવન સાથી સિધ્ધિબેન મહાપાલિકામાં તબીબ છેઃ મૌલિકભાઇઍ સફળતાનો યશ લાબેલા ગાંઠિયા વાળા દાદા છગનભાઇને આપ્યો.

આજના યુગમાં જોવા જઇએ તો કેટલાય મહારથી એવા હોય છે કે જેનામાં સુચારૂ વહીવટ જેવા ગુણો ઇશ્વરે ભરપૂર અને ઠાંસી ઠાંસીને આપેલા છે. આવા જ એક રાજકોટ મહાનગરપાલિકા, સેન્‍ટ્રલ ઝોનમાં કલાસ-ર અધિકારી તરીકે ફરજ બજાવતા મૌલિકભાઇ ગોંધીયા ઓલ ઇન્‍ડીયા કાઉન્‍સીલ ઓફ લોકલ સેલ્‍ફ ગર્વમેન્‍ટ (એલ. એસ. જી. ડી.)  ની જૂલાઇ-ર૦રર માં લેવાયેલ પરીક્ષામાં રાષ્‍ટ્રીય લેવલે પ્રથમ ક્રમાંક હાંસલ કરી કિર્તીમાન થયા છે.

ઓલ ઇન્‍ડીયા કાઉન્‍સીલ ઓફ લોકલ સેલ્‍ફ ગર્વમેન્‍ટ દ્વારા લેવાયેલ પરીક્ષામાં દિલ્‍હી, બોમ્‍બે, કલકતા, મદ્રાસ, બેંગ્‍લોર સહિતના મેટ્રો સીટીની મહાનગરપાલિકાઓ મળી ભારતભરની કુલ ૧,૪૩ર મહાનગરપાલિકાના હાઇ એજયુકેટેડ ૭૧,૪પર અધિકારીઓએ પરીક્ષા આપેલ, તે પૈકી રાજકોટ મહાનગરપાલિકાના હોનકાર કલાસ-ર અધિકારી મૌલિક ગોંધીયા એ રાષ્‍ટ્રીય લેવલે પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કરી ગોલ્‍ડ મેડલ વિજેતા થયા હોવાથી રાજકોટ મહાનગરપાલિકાના ઉચ્‍ચ અધિકારી વર્ગ સહિતના કર્મચારીઓમાં આનંદ ઉત્‍સાહની લાગણી વ્‍યાપી ગઇ હતી.

નોંધનીય બાબત એ છે કે સમગ્ર ગુજરાતમાં અંગ્રેજી માધ્‍યમમાં પરીક્ષા આપનાર મૌલિક ગોંધીયા એકમાત્ર કલાસ-ર અધિકારી હતા અને રાષ્‍ટ્રીય લેવલે સ્‍થાન પ્રાપ્ત કરવું પડકારજનક હોવા છતાં ફરજ બજાવવાની સાથોસાથ દિવસ-રાત ઉજાગરા કરીને અભ્‍યાસ કરી પ્રથમ સ્‍થાન મેળવવામાં સફળ રહ્યા હતાં. એટલું જ નહી પ્રવર્તમાન સમય  સુધીમાં ગોલ્‍ડ મેડલ મેળવનાર એકમાત્ર ગુજરાતી અધિકારી રહ્યા.

ઓલ ઇન્‍ડીયા કાઉન્‍સીલ ઓફ લોકલ સેલ્‍ફ ગર્વમેન્‍ટની પરીક્ષા ખૂબ જ મુશ્‍કેલ અને કઠણાઇ ભરેલ હોય છે તેમ છતાં એકમાત્ર  મૌલિક ગોંધીયાએ  સમગ્ર ગુજરાતમાંથી પ્રથમ ક્રમાંક હાંસલ કરી ઇતિહાસ સજર્યો છે.

મૌલિક ગોંધીયા જયારે એક તરફ પરીક્ષામાં પેપર આપી રહ્યા હતા ત્‍યારે બીજી તરફ સગા નાના ભાઇ દેવાંગના ફેરા ચાલી રહ્યા હતા અને આ બન્ને પૈકી કોને અગ્રતા આપવી તેવી માનસિક ગડમથલ વચ્‍ચે પરીક્ષા આપેલ હોવા છતાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો તે સરાહનીય છે.

મૌલિક ગોંધીયા એ જે પરીક્ષા પાસ કરેલ છે તે Distaning Learning Proramme  પરીક્ષા કહેવાય. એટલે કે, જયારે વિદ્યાર્થીઓ અને શિક્ષકો અલગ અલગ  અંતરે હોય એવા સમયે વિદ્યાર્થીઓ એ પોતાના શિક્ષકો પાસેથી અલગ અલગ અંતરથી  જ્ઞાન પ્રાપ્ત કરે છે અને પોતાનું ભવિષ્‍ય ઉજાગર કરે છે. તેને  Distanec Learning Progra   કહેવાય છે અને આ માટે મૌલિક ગોંધીયાએ લેકચરર તરીકેની યોગ્‍યતા પણ પ્રાપ્ત કરેલ છે.

મૌલિક ગોંધીયા પોતાના કામ પ્રત્‍યે ખૂબજ હકારાત્‍મકતા રાખે છે મૌલિક ગોંધીયા અનેક વિષયોમાં વહીવટી અનુભવ ધરાવે છે. સેન્‍ટ્રલ ઝોન ઓફીસમાં વોર્ડ ઓફિસર હોવા છતા તેઓ બીજી અન્‍ય શાખાઓમાં જેમ કે વેરા વસુલાત, વ્‍યવસાય વેરો, શોપ લાયસન્‍સ, સફાઇ સુપરવિઝન, ગ્રીવેન્‍સ, ઇવેન્‍ટ મેનેજમેન્‍ટ, ડિપાર્ટમેન્‍ટ લાઇઝનીંગ વિગેરે બાબતોમાં તેઓ ખૂબ જ પારંગત છે. આ ઉપરાંત મૌલિક ગોંધિયા સેક્રેટરીયલ વર્ક, સ્‍વાયત બોડીની રચના, મ્‍યુનીસીપલ કોર્પોરેશનને લગતા કાયદાઓ, બંધારણીય જોગવાઇઓ અન્‍વયેના સ્‍પષ્‍ટ અર્થઘટન કરવામાં નિપુણતા ધરાવતા હોવાથી અનેક પડકારજનક કામ સલુકાઇ અને સહેલાઇથી સફળતાપૂર્વક ઉકેલી રહ્યા છે. તેમજ ચૂંટણી સંદર્ભે ઉચિત આદર્શ આચારસંહિતા એટલે કે Do's & Don'ts ની પડકારજનક અમલવારી સહિત અનેક વિષયોનું વિશેષ જ્ઞાન પણ તેઓ ધરાવે છે.

વહીવટી તજજ્ઞતા ધરાવનાર મૌલિક ગોંધિયા સામાજીક ક્ષેત્રે પણ સેવાઓ પ્રદાન કરી રહ્યા છે. જેમ કે, રાજકોટ લોહાણા મહાજનની મહાસમિતિ, સાથ-સેવા સંગઠન, પુરૂષાર્થ યુવક મંડળ, બ્રહ્માકુમારીસ સંસ્‍થા સહિત અનેક સંસ્‍થાઓ દ્વારા તેઓ પોતાના સુચારૂ વિચારો થકી સંસ્‍થાના વિકાસમાં અહમ ભૂમિકા ભજવી રહ્યા છ.ે

મૌલિકભાઇની સફળતાથી પ્રભાવિત થઇ ધી રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લી. રાજકોટના મેનેજીંગ ડિરેકટર ડો. બીનાબેન કુંડલીયા, સૌરાષ્‍ટ્ર કચ્‍છ અર્બન કો-ઓપરેટીવ બેંકસ ફેડરેશનના સીઇઓ ડો. પુરૂષોત્તમ પીપળીયા, સીટીઝન બેંકના સીઇઓ હારિતભાઇ મહેતા, રાજકોટ લોહાણા મહાજના પ્રમુખ રાજેન્‍દ્રભાઇ પોબારૂ, કારોબારી ડો. નિશાંત ચોટાઇ સહિત મ્‍યુનિસીપલ કોર્પોરેશનના ઉચ્‍ચ અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ રાજકોટ લોહાણા મહાજનના પદાધિકારીઓ, રાજકોટ શહેરના નામાંકિત નગર શ્રેષ્‍ઠીઓએ ખોબલે ખોબલે અભિનંદન પાઠવ્‍યા હતા.

મૌલિકભાઇના પિતા પિયુષભાઇ, માતા નયનાબેન અને જીવન સાથી સિધ્‍ધિબેનનું તથા સમગ્ર ગોંધિયા પરિવારનું માનવું છે કે, અમારા પરિવારમાં મૌલિક જેવા વ્‍યકિત છે એ અમારા પરિવાર માટે ખુબ જ સારી બાબત છે. પરિવારે ઘણા સારા કર્મો કર્યા હશે કે જેથી અમને મૌલિક જેવા મહેનતુ, પરિશ્રમ કરનાર, બીજાની હરહંમેશા મદદ કરનાર, બીજા પ્રત્‍યે પ્રેમ ભાવ રાખનાર, પોતાની ગમે તેવી શ્રેષ્‍ઠી હોય તે કદી સ્‍વાર્થ નહી રાખનાર વિગેરે ગુણો જેવા સદસ્‍ય અમારા પરિવારમાં મળેલ છે.

મૌલિક ગોંધિયા પોતાની સફળતાનો યશ લાબેલા ગાંઠીયા વાળા દાદા છગનભાઇ ગોંધિયા પરિવારને આપે છે. મૌલિકભાઇ પર (મો.૭૦૯૬૦ ૭૭૭૬૦) અભિનંદનો વરસી રહ્યા છે.

(5:00 pm IST)