Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

રાજકોટ લોહાણા બોર્ડીંગ હાઉસ ૧૯૮૦ ગ્રુપ દ્વારા રવિવારે ફૂલડોલ ઉત્‍સવ રસિયાનો કાર્યક્રમ

બોર્ડીંગના ૧૬૦ પૂર્વ વિદ્યાર્થીઓ પરિવારજનો સાથે મનોરંજન માણશે

રાજકોટઃ વર્ષ ૧૯૮૦ની સાલના દરમ્‍યાનનું રાજકોટ લોહાણા બોર્ડીંગ ગ્રુપ બનાવેલ છે. જેમાં હાલ આશરે જે - તે વખતના ૧૬૦ જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંગઠન હોવાનું રાજકોટ લોહાણા બોર્ડીંગ હાઉસ ૧૯૮૦ ગ્રુપના આગેવાનોએ જણાવેલ.

આ સંગઠન / ગ્રુપ દ્વારા મહિને બે મહિને  સહપરિવાર અવનવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે તા.૫/૩ રવિવારના રોજ ફુલડોલ ઉત્‍સવ રસિયાનો કાર્યક્રમ યોજાએલ છે.

૪૦/૪૨ વર્ષ પહેલાના રાજકોટ લોહાણા બોર્ડીંગ હાઉસ ૧૯૮૦ ગ્રુપ દ્વારા દરમહિને એક કાર્યક્રમ યોજાએલ છે.

કાર્યક્રમનું સ્‍થળ- રાજશ્રૃંગાર પાર્ટી પ્‍લોટ, રીલાયન્‍સ મોલ સામે, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ

તસ્‍વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે કેતનભાઈ માનસેતા- ચા ના વેપારી (મો.૯૪૨૮૨ ૦૧૬૫૩), દિલીપભાઈ સેતા- નિવૃત અધિકારી, મહેન્‍દ્રભાઈ કકકડ- એડવોકેટ (મો.૮૨૦૦૮ ૦૪૨૩૧), મહેન્‍દ્રભાઈ ભીમાણી- બિલ્‍ડર નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(5:03 pm IST)