Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

વીજતંત્ર દ્વારા ૯૨૧ મેગાવોટના સોલારપ્‍લાન્‍ટ સ્‍થાપવા ખાસ ટેન્‍ડર બહાર પડાયા : પ્‍લાન્‍ટોની કિંમત ૪૩૦૦ કરોડ

અંદાજે ૩૭૬ સબસ્‍ટેશનોના ખેતીવાડી વીજજોડાણોની આધીન રહીને ૦.૫થી ૧૨ મેગાવોટના અલગ અલગ સોલાર પ્‍લાન્‍ટ સ્‍થપાશે

રાજકોટ,તા. ૧: પીજીવીસીએલ દ્વારા કુસુમ યોજના હેઠળ ૯૨૧ મેગાવોટ ક્ષમતાના સોલાર પ્‍લાન્‍ટ સ્‍થાપવા માટે ટેન્‍ડર બહાર પાડવામાં આવેલ છે. કેન્‍દ્ર સરકાર MNRE વિભાગ હેઠળ PM-KUSUM (પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્‍થાન મહાઅભિયાન) યોજનાના કમ્‍પોનન્‍ટ-સી હેઠળ ફીડર લેવલ સોલરાઇઝેશન સ્‍કીમ હેઠળ ખેતીવાડી વીજ ગ્રાહકોના ફિડરોમાં સોલરાઇઝેશન માટે સબ સ્‍ટેશન લેવલે સોલાર પ્‍લાન્‍ટા સ્‍થાપવા માટેનું ડેન્‍ટર તાજેતરમાં બહાર પાડવામાં આવેલ છે. આ ટેન્‍ડર હેઠળ પીજીવીસીએલ વિસ્‍તારના અલગ અલગ ૩૭૬ સબ સ્‍ટેશનો હેઠળ કુલ ૯૨૧ મેગાવોટની ક્ષમતાના સોલાર પ્‍લાન્‍ટ સ્‍થાપવાનુ આયોજન કરવામાં આવેલ છે. ટેન્‍ડર દરમ્‍યાન સ્‍થાપવાના થતા સોલાર પ્‍લાન્‍ટોની કુલ અંદાજીત કિંમત આશેર ૪૩૦૦ કરોડ થવા પામે છે. ૩૭૬ સબ સ્‍ટેશનોના ખેતીવાી વીજ જોડાણોની ગણતરીને આધીન રહીને ૦.૫ થી ૧૨ મેગાવોટની ક્ષમતાનાં અલગ અલગ સોલાર પ્‍લાન્‍ટ સ્‍થાપવા માટે આ ટેન્‍ડર અંતર્ગત ભાવ મંગાવવામાં આવેલ છે.

આ ટેન્‍ડરમાં કોઇ પણ વ્‍યકિત, પ્રોપરાઇટરી કંપની, એલએલપી , પાર્ટનરશીપ કંપની, પબ્‍લિક/ પ્રાઇવેટ લીમીટેડ કંપની, એસોસિએશન, કો-ઓપરેટીવ, એફપીઓ ખેડૂત મંડળી, વોટર યુઝર એશોસિએશન, જોઇન્‍ટ વેન્‍ચર વગેરે ટેન્‍ડરની શરતોને આધીન રહીને ઓનલાઇન ટેન્‍ડર પ્રક્રિયા દ્વારા ભાગ લઇ શકે છે. યુનિટ દિઠ ૨૫ વર્ષના કરાર આધારિત ઓછામાં ઓછા ભાવ ભરનારને ઇ-રીવર્સ ઓક્‍સન કરીને ટેન્‍ડરની શરતોને આધીન સોલાર પ્‍લાન્‍ટ સ્‍થાપવા માટેની મંજુરી આપવામાં આવશે. સોલાર પ્‍લાન્‍ટ સ્‍થાપનારને દર મેગા વોટ સોલાર પ્‍લાન્‍ટની ક્ષમતાના સ્‍થાપન દિઠ પ્‍લાન્‍ટની કામગીરી પૂર્ણ થયે મેગા વોટ દિઠ આશરે રૂા. ૧.૦૫ સીએફએ સ્‍વરૂપે MNRE દ્વારા શરતોને આધીન રહીને આપવામાં આવશે.

સોલાર પ્‍લાન્‍ટ સ્‍થાપવાનું કામ આશરે ૯ માસમાં ટેન્‍ડરની શરતો મુજબ પૂર્ણ કરવાનું રહેશે. તથા આ કામગીરી થયે સૌર -ઉર્જાનો મહતમ ઉપયોગ ખેતીવાડીના વીજ ગ્રાહકો માટે કરી, ગ્રીન એનર્જીના ઉત્‍પાદન થકી ખેતીવાડીની વીજ જરૂરિયાત અર્થે સૌ-ઉર્જાનો ઉપયોગ કરી ગ્રીન એનર્જીનું ઉત્‍પાદન તથા ઉપયોગ માટેનું આયોજન પીજીવીસીએલ દ્વારા કરવામાં આવેલ છે.

સોલાર ટેન્‍ડરની પ્રક્રિયા અંતર્ગત પ્રી-બીડ મીટીંગનું આયોજન આગામી તા. ૪/૩/૨૦૨૩ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે પીજીવીસીએલ, કોર્પોરેટ ઓફીસ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

(5:05 pm IST)