Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

રાજકોટ જિલ્લામાં સુજલામ સુફલામ્ જળસંચય અભિયાન માટે ૮૫૩ સ્થળોની ઓળખ કરાઈ

મંત્રી કુંવરજીભાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં રજૂ કરાયો પ્રગતિ અહેવાલ

રાજકોટ:રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને આજે સુજલામ સુફલામ્ જળસંચય અભિયાનના અમલ અંગે વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં રાજ્યના વિવિધ જિલ્લાના કલેક્ટરઓ ઓનલાઇન જોડાયા હતા. મંત્રીએ તમામ જિલ્લામાં હાલ જળસંચયના કામોનાં આયોજનની સ્થિતિ જાણી હતી, તેમજ કામો વહેલાસર શરૂ કરવા સૂચના આપી હતી

 નિવાસી અધિક કલેક્ટર કેતન ઠક્કરે રાજકોટ જિલ્લામાં જળસંચયના કામોનો અહેવાલ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ૮૫૩ સ્થળોની ઓળખ કરી લેવામાં આવી છે. કેટલાક સ્થળોએ કામ શરૂ પણ થઈ ગયા છે અને બાકીના સ્થળો પર ટૂંક સમયમાં જ કામ શરૂ કરી દેવામાં આવશે. ઉપરાંત જિલ્લાના ઉદ્યોગો, જી.આઈ.ડી.સી. સહિતના સંગઠનો સાથે બેઠક થઈ ગઈ છે. સુજલામ સુફલામ્ જળસંચય અંગે જિલ્લા કક્ષાની ૩ બેઠક યોજાઈ ગઈ છે અને તાલુકા કક્ષાની બેઠકો શરૂ કરવા સૂચના આપી દેવામાં આવી છે.

આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકરી આર.એસ. ઠુંમર, સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર ચાંદની હરિયાણી, સિંચાઈ યોજના વિભાગ કાર્યપાલક ઈજનેર પ્રેક્ષા ગોસ્વામી, સિંચાઈ પંચાયતના કાર્યપાલક ઈજનેર વિવેક ગોહિલ, વાસ્મોના પ્રતિનિધિ વગેરે ઉપસ્થિત રહ્યા હતા

(1:06 am IST)