Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

સૈન્ય તથા સશસ્ત્રદળોની સામ્યતા ધરાવતા ગણવેશનાં વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ

રાજકોટ: સૈન્યનો ગણવેશ ધારણ કરી આચરવામાં આવતા ગુનાઓ પર અંકુશ મેળવવા, આવા ગણવેશ તથા તેની સાથે સામ્યતા ધરાવતા ગણવેશના વેચાણ થતા અટકાવવા, આને આવા ગણવેશનો ઉપયોગ અસામાજિક તત્વો દ્વારા દેશદ્રોહી / ગેરકાયદેસર પ્રવૃતિમાં થતો અટકાવવા તથા જાહેર સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી રાજકોટ શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ દ્વારા પોલીસ કમિશ્નર વિસ્તારમાં તા.૩૦/૦૪/૨૦૨૩ સુધી સૈન્ય તથા અન્ય સશસ્ત્રદળોના ગણવેશ, પોલીસ ગણવેશ કે તેની સાથે સામ્યતા ધરાવતા ગણવેશનું વેચાણ તથા ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

(1:10 am IST)