Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

કૈલાસ પાર્કના ગુલામહુશેનભાઇ સાથે સનસીટી નજીક મારકુટ થઇ

આરએમસીની ગાડીમાં આવેલા સ્ટાફે મારકુટ કર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૨: યુનિવર્સિટી રોડ પર કૈલાસ પાર્કમાં રહેતાં ગુલામહુશેનભાઇ કાસમભાઇ મુરદે (ઉ.વ.૪૦) સાંજે સાધુ વાસવાણી રોડ પર આવેલા સનસીટી નજીક પ્લોટ ખાતે હતાં ત્યારે આરએમસીની ગાડી આવતાં તેમાં બેઠેલા સ્ટાફે માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

ગુલામહુશેનભાઇ સ્કૂલ બસનું ડ્રાઇવીંગ કરે છે. તેના સગાના કહેવા મુજબ ગુલામહુશેનભાઇનું મકાન સનસીટી પાસે હતું તે ૨૦૦૧માં પાડી નખાયુ હતું. હાલ તે પોતાના આ પ્લોટ ખાતે આટો મારવા ગયા ત્યારે કોઇએ ફોન કરતાં ગાડી આવી હતી અને મારકુટ કરવામાં આવી હતી.

(10:24 am IST)