Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

૮ાા વર્ષની બાળાનો દેહ પીંખનારા ૩૬ વર્ષના હવસખોરને બરાબરનો પાઠ ભણાવતી પોલીસ

ચહેરા પર પછતાવાના જરાય હાવભાવ નહોતાઃ રિમાન્ડ મેળવવા તજવીજ

રાજકોટઃ મુંજકામાં ભાડાના મકાનમાં રહેતાં અને ટ્રક ડ્રાઇવીંગ કરી ગુ઼જરાન ચલાવતાં મુળ મહારાષ્ટ્રના વાસીમ જીલ્લાના મગરૂપીર તાલુકાના સેલુબજાર ગામના કિશોર કેશવભાઇ તાવડે (મરાઠી) (ઉ.વ.૩૬) નામના ઢગાએ પરમ દિવસે રાતે નવેક વાગ્યે ૮ાા વર્ષની બાળાને બાવડુ પકડી મેદાનમાં લઇ જઇ હું કહું તેમ કરવાનું...કહી મોઢે મુંગો દઇ બળાત્કાર ગુજારતાં ચકચાર મચી ગઇ હતી. યુનિવર્સિટી પોલીસ સ્ટેશન સુધી વાત પહોંચતા ગુનો દાખલ કરી આરોપી કિશોર તાવડેને શોધી કઢાયો હતો. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની સુચના અને રાહબરીમાં પીઆઇ એ. એસ. ચાવડા, પીએસઆઇ એ. બી. જાડેજા, હેડકોન્સ. ગિરીરાજસિંહ જાડેજા, બલભદ્રસિંહ ચુડાસમા, રાજેશભાઇ મિયાત્રા, હરપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ, મહેન્દ્રસિંહ, કોન્સ. લક્ષમણભાઇ, રાણાભાઇ, રાવતભાઇ, જયંતિગીરી, બલભદ્રસિંહ સુરૂભા, બ્રિજરાજસિ઼હ, કોન્સ. ક્રિષ્નાબેન સહિતે તેને પકડી લીધો છે. આરોપીને પોલીસે બરાબરનો સબક શીખવ્યો હતો. તેના ચહેરા પર જરાય પછતાવાના હાવભાવ નહોતાં. આ ઢગો પોતે બે સંતાનનો પિતા છે. દિકરી જેવડી ગભરૂ બાળાનો દેહ અભડાવનારા આ ઢગા પર સતત ફિટકાર વરસી રહ્યો છે. તસ્વીરમાં માહિતી આપી રહેલા અધિકારીઓ અને પકડાયેલો આરોપી જોઇ શકાય છે. જેની ઓળખ પરેડ કરાવવામાં આવશે. મહિલા પીએસઆઇ કે. જી. જલવાણી આગળની તપાસ પીઆઇ એસ.આર. પટેલની રાહબરીમાં કરશે.

(4:06 pm IST)