Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

સોમવારે સમસ્‍ત કોળી સમાજના સમુહલગ્નઃ ૧૧ નવયુગલો પ્રભુતામાં પગલા પાડશેઃ બે સગાઈ

બગીઓ સાથે તમામ વરરાજાઓનું સામૈયુ, રાસ મંડળીનો પણ કાર્યક્રમ

રાજકોટઃ જય વેલનાથ જય માંધાતા સમુહ લગ્નોત્‍સવ સંઘ રાજકોટ દ્વારા આયોજીત રાજકોટ પૂર્વ ઝોનના સામાકાંઠા વિસ્‍તારમાં ચુંવાળીયા, તળપદા, ઘેડીયા, સમસ્‍ત કોળી સમાજના સમુહલગ્નનું આયોજન તા.૬ને સોમવારે સાંજે ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે, રીયલ મેળાના ગ્રાઉન્‍ડમાં શાહી અને જાજરમાન ઠાઠ-માઠ સાથે આ પ્રસંગે યોજાશે.

રાજકોટ શાહેરના સમસ્‍ત કોળી સમાજના ઈતિહાસમાં પ્રથમ વખત વરરાજાને બગીઓ સાથે તમામ વરરાજાનું ભવ્‍ય સામૈયુ ઉપસ્‍થિત તમામ મહાનુભાવોનું શરણાઈ, ઢોલ તેમજ છત્રીઓથી સ્‍વાગત કરવામાં આવશે. લગ્નગીત તેમજ રાસમંડળીનો કાર્યક્રમ રાખેલ છે. આ સમુહ લગ્નમાં સમસ્‍ત કોળી સમાજના ડોકટરો, વકિલો, પોલીસમિત્રો, શિક્ષકો, ઉદ્યોગપતીઓ વિ.ઉપસ્‍થિત રહેશે.

સમુહલગ્નની સાથોસાથ બે સગાઈ પણ રાખેલ છે. કરીયાવરમાં ૧૧ દીકરીઓને ૧૦૧ વસ્‍તુઓ આપવામાં આવશે.

આયોજનમાં જય વેલનાથ જય માંધાતા સમુહ લગ્નોત્‍સવના પ્રમુખ દેવાંગ કુકાવાના નેતૃત્‍વ હેઠળ કલ્‍પેશભાઈ બાવરીયા, નૈમિષભાઈ દાદુકીયા, ભુપતભાઈ જારેરા જહેમત ઉઠવી રહ્યા છે.

તા.૬ના સોમવારે જાન આગમન સાંજે ૪ કલાકે, સામૈયુ- બપોરે ૪:૩૦ કલાકે તેમજ રાસમંડળીનો કાર્યક્રમ સાંજે ૮:૩૦ થી ૧૦ રાખેલ છે.

આ કાર્યક્રમની વધુ માહિતી માટે મો.૭૯૮૪૫ ૯૪૪૨૪ ઉપર સંપર્ક કરવો.

તસ્‍વીરમાં દેવાંગ કુંકાવા, કલ્‍પેશભાઈ બાવરીયા, નૈમીષભાઈ દાદુકીયા, ભુપતભાઈ જારેરા, હકાભાઈ સોરાણી, શૈલેષભાઈ માલમ અને લાલજીભાઈ ચણીયારા નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(4:13 pm IST)