Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

જામટાવર ચોકમાં કાર ભડકે બળીઃ કાકા-ભત્રીજાનો બચાવ

રિપેર કરાવી ગેરેજથી હરિહર ચોકના ઘરે આવતા'તા ત્યારે બનાવઃ ટ્રાફિક રોકી રાખવો પડ્યો

રાજકોટઃ જામટાવર ચોકમાં એકસેન્ટ કાર જીજે૦૭એ-૭૬૦૦માં અચાનક આગ ભભૂકી ઉઠતાં તેમાં બેઠેલા હરિહર ચોકમાં રહેતાં અને પાનની દૂકાન ચલાવતાં ફિરોઝભાઇ સતારભાઇ લીંગડીયા (ઉ.વ.૪૦) અને તેના ભત્રીજા સમીર દિલાવરભાઇ લીંગડીયા (ઉ.વ.૨૨) ઝડપભેર નીચે ઉતરી જતાં બચી ગયા હતાં. આગ ભભૂકવાને કારણે લોકો ભેગા થઇ ગયા હતાં. ટ્રાફિક પોલીસને થોડીવાર માટે એક તરફનો ટ્રાફિક અટકાવી રાખવો પડ્યો હતો. કાર માલિક ફિરોઝભાઇના કહેવા મુજબ એન્જીનમાં ખરાબી હોઇ પોતે અને ભત્રીજો કાર રિપેર કરાવીને ઘર તરફ જતાં હતાં ત્યારે અચાનક શોર્ટ સરકિટ થતાં આગ લાગી હતી અને પોતે બંને સમયસર નીચે ઉતરી ગયા હતાં. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:00 pm IST)
  • તામિલનાડુમાં ૭ સપ્ટેમ્બરથી રાજયની અંદર ટ્રેન સેવા શરૂ થશે : મુખ્યમંત્રી પલામીસ્વામીની જાહેરાત access_time 5:08 pm IST

  • હું નામદાર કોર્ટનો ખુબ આભારી છું કે જેણે મને મુક્ત કરવાનો આદેશ કર્યો : સંઘર્ષ સમયમાં સાથ આપનાર તમામનો આભાર : હું ઉત્તર પ્રદેશ એટીએફ નો પણ આભારી છું જેણે મુંબઈથી મથુરા લઇ જતી વખતે મારુ એન્કાઉન્ટર ન કરી નાખ્યું : જેલમાં મને સતત પાંચ દિવસ સુધી કંઈ ખાવા પીવા પણ નહોતું દીધું : યોગી સરકારે મને હેરાન કરવામાં કંઈ બાકી નથી રાખ્યું : રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન હેઠળ 8 માસ સુધી જેલવાસ ભોગવ્યા બાદ કોર્ટના આદેશથી મુક્ત કરાયેલા ડો.કલીલ ખાનનું ટ્વીટ access_time 10:44 am IST

  • અમદાવાદઃ તા.પથી બગીચામાં પ્રવેશ મળશે સોશ્યલ ડીસ્ટન્સ અને માસ્ક પહેરવુ ફરજીયાત રહેશે સરકારી ગાઇડલાઇન બાદ એએમસીની તૈયારી access_time 10:13 pm IST