Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

હાથરસની હેવાનિયતના વિરોધમાં રાજકોટમાં NSUI દ્વારા યોગી આદિત્યનાથના પૂતળાનું દહન

પોલીસ દ્વારા 15થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરાઈ

રાજકોટઃ ઉત્તરપ્રદેશમાં યુવતી સાથે બનેલી ઘટનાના વિરોધમાં રાજકોટ NSUI દ્વારા ત્રિકોણબાગ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્તરપ્રદેશના સીએમ યોગી અદિત્યનાથના પૂતળાનું દહન NSUIના કાર્યકર્તાઓ દ્વારા કરાયું હતું  જે દરમિયાન રાજકોટ પોલીસ દ્વારા 15થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

 અત્રે ઉલ્લેખનીય છે કે, વિરોધ પ્રદર્શન દરમિયાન NSUIના કાર્યકર્તાઓ દ્વારા ભાજપ સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

(10:08 am IST)
  • દેશમાં કોરોનાનો કહેર યથાવત :મૃત્યુઆંક 1 લાખને પાર પહોંચ્યો : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 79,705 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 64,71,665 થઇ :હાલમાં 9,44,967 એક્ટિવ કેસ :વધુ 78,248 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 54,24,901 રિકવર થયા :વધુ 1069 દર્દીઓના મોત સાથે મૃત્યુઆંક 1,00,873 થયો access_time 12:42 am IST

  • પત્રકારોના અધિકારોની રક્ષા માટે પાકિસ્તાનમાં 7 સભ્યોની કમિટીની રચના : સરકાર મીડિયાની અભિવ્યક્તિની આઝાદી ઉપર તરાપ મારી રહી હોવાનો આક્ષેપ : પત્રકારોની સુરક્ષા માટે પાકિસ્તાન બાર કાઉન્સિલ લડત આપશે access_time 8:09 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 81,693 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 63,91,860 થઇ :હાલમાં 9,42,585 એક્ટિવ કેસ :વધુ 78,646 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 53,48,653 રિકવર થયા :વધુ 1096 દર્દીઓના મોત સાથે મૃત્યુઆંક 99,804 થયો access_time 1:03 am IST