Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

રાજકોટ શહેર - જીલ્લાની ૮ વિધાનસભા બેઠકની ચૂંટણી બાદ ફાઈનલ મતદાન ટકાવારી જાહેર : રાજકોટ શહેર - જીલ્લામાં ૬૦.૬૨% મતદાન

ગઇકાલે રાજકોટ શહેર - જીલ્લામાં વિધાનસભાની ૮ બેઠકની યોજાએલ ચૂંટણીમાં મોડી રાત સુધીમાં ફાઈનલ ટકાવારી ગણાયા બાદ કલેકટરે આજે અકિલાને જણાવ્‍યુ હતું કે, ફાઈનલ મતદાનની ટકાવારી ૬૦.૬૨% રહી છે : જેમાં સૌથી ઓછુ મતદાન ૬૯ રાજકોટમાં ૫૭.૧૨% અને સૌથી વધુ મતદાન જેતપુર બેઠક ઉપર ૬૩.૨૮% મતદાન થયુ છે : ૬૮ રાજકોટમાં ૬૨.૨૦%, ૭૦ રાજકોટમાં ૫૮.૯૯%, ૭૧ રાજકોટમાં ૬૧.૭૩%, જસદણ બેઠક ઉપર ૬૨.૪૮%, ગોંડલ બેઠક ૬૨.૮૧% તથા ધોરાજી બેઠક ઉપર ૫૭.૨૦% મતદાન થયુ છે. કુલ ૨૩ લાખથી વધુ મતદારોમાંથી ૧૩ લાખ ૯૮ હજારથી પણ વધુ મતદારોએ મતદાન કર્યુ છે : પુરૂષ મતદારની ટકાવારી ૬૩.૮૭% તથાસ્ત્રી મતદારની ટકાવારી ૫૬.૫% રહી છે એટલે કેસ્ત્રી કરતા પુરૂષનું મતદાન ૯% વધુ થયુ છે.

(11:38 am IST)