Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

ઓશોના અંગત સન્‍યાસી ‘સ્‍વામી સમર્પણ ભારતી' સાથે સાસણ ગીર (જુનાગઢ) ખાતે જાન્‍યુઆરીમાં ત્રણ દિવસીય ઓશો શિબિર

શિબિર આયોજક યોગા માસ્‍ટર નીના જોશી (માં પ્રેમ નંદિની), શિબિર સંચાલક ચંદ્રકાન્‍ત આર. ભકત (સ્‍વામિ સમર્પણ ભારતી), શિબિર ઉદ્‌ઘાટન સ્‍વામિ સત્‍ય પ્રકાશ (ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર)

રાજકોટઃ કુદરતને જાણવાની, માણવાની, સ્‍વ માં ઊતરવાની પૃથ્‍વી પરની કોઈ સરળ અને મમતાળી કોઈ જગ્‍યા હોય તો એ ફકત સાસણ ગીર (જુનાગઢ) છે. સાસણ ગીર (જુનાગઢ)માં સંત, સાવજ, શૂરવીરને દાતારોને જન્‍મ આપ્‍યા છે. અખૂટ છે સાસણ ગીર (જુનાગઢ). સાસણ ગીર (જુનાગઢ) ખાતે ત્રણ દિવસીય ઓશો શિબિર તા.૬/૧/૨૦૨૩ થી ૯/૧/૨૦૨૩ આ શિબિર ઓશોની સાથે રહેવા સ્‍વામી સમર્પણ ભારતી દ્વારા લેવામાં આવશે.

આપણા ઉર્જા ચક્રો જેટલા વધુ સક્રિય હોય છે, તેટલા વધુ ઊર્જાસભર અને સકારાત્‍મક વિચારો ઉપલબ્‍ધ થાય છે અને આપણી સર્જનાત્‍મકતા તથા આધ્‍યાત્‍મિક સ્‍તરનો વિકાસ થાય છે. તેનાથી વિપરીત, જો આપણા ઉર્જા કેન્‍દ્રો નકારાત્‍મક હોય તો વ્‍યકિતને શારીરિક અને માનસિક રીતે બીમાર બનાવી શકે છે. સાસણ ગીર (જુનાગઢ) ખાતે સ્‍વામી સમર્પણ ભારતીજી સાથે ઓશો ચક્ર ધ્‍યાન તથા ધ્‍વનિ ધ્‍યાનમાં ભાગ લો અને ઊર્જા ચક્રને સક્રિય કરો. તા.૬/૧/૨૦૨૩ બપોરે ૪ વાગ્‍યાથી તા.૯/૧/૨૦૨૩ બપોર ૪ વાગ્‍યા સુધી નામ નોંધણી તથા વધુ જાણકારી માટે નીના જોશી (મા પ્રેમ નંદિની) મો.૯૮૨૪૫ ૮૪૪૨૨, યિદમ ધર્મ મો.૯૦૬૭૭ ૭૭૫૦૪, મનોજ સ્‍વામી મો.૭૫૭૫૦ ૫૧૮૧૦, ડીલકસ કોટેજ અને રૂમ, ટ્‍વીન શેરિંગ રૂા.૫૫૦૦, ટ્રીપલ શેરિંગ રૂા.૫૦૦૦, સાસણ ગીર (જુનાગઢ) ૫૦ ટકા રકમ એડવાન્‍સ બુકીંગ માટે.સ્‍વામી સમર્પણ ભારતી ૨૨ વર્ષની ઉંમરમાં ૧૯૭૭માં ઓશો દ્વારા સંન્‍યાસમાં દીક્ષા લીધી સન્‍યાસ સમયે ડાયમંડ મેન્‍યુફેકચરિંગના ધંધામાં હતા. ત્‍યારબાદ ઓશો આશ્રમમાં વર્ક મેડીટેશન કરેલ. ઘણા વર્ષો આશ્રમમાં વિવિધ કામોમાં સહયોગીઓ સાથે ઓશો આશ્રમમાં સમય વ્‍યતિત કરેલ. ઓશો જયારે અમેરિકા હતા. ત્‍યારે પૂના આશ્રમ ખાતે આશ્રમની પ્રવૃતિઓમાં જેવી કે પુસ્‍તકોના વિમોચનો, એડીશન, આશ્રમના સંચાલનની કામગીરી કરેલ. ઓશોએ જયારે શરીરનો ત્‍યાગ કરવાનું નકકી કરેલ. તેના ૪૦ દિવસ પહેલા તા.૧૧/૧૨/૧૯૮૯માં રોજ રૂબરૂ બોલાવી જણાવેલ કે લોકોને ધ્‍યાન કરવા માટેની શિબિરોનું આયોજન કરી, શિબિર સંચાલક તરીકેની પ્રામાણિક કામગીરી કરવી. ઓશો જે રોબ પહેરતા હતા તે રોબ ભેટ આપેલ, ત્‍યારથી સ્‍વામી સમર્પણ ભારતી વિવિધ રાજયો અને શહેરોમાં ૩૩ વર્ષથી શિબિર સંચાલકની ભૂમિકા પ્રામાણિકપણે  નિભાવી રહ્યા છે. ગુજરાત, મહારાષ્‍ટ્ર, રાજસ્‍થાન, હરિયાણા, પંજાબ, ઉતરાંચલ, મધ્‍યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, ઓરિસ્‍સા, કેરાલા, ઉતરાખંડ અને નેપાળમાં વારંવાર શિબિર માટે પ્રવાસ કરે છે. તેમ સ્‍વામિ સત્‍ય પ્રકાશ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર મો.૯૪૨૭૨ ૫૪૨૭૬ની યાદીમાં જણાવાયું છે.

(11:49 am IST)