Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

ગ્રંથ યાત્રાનું ઠેરઠેર સ્‍વાગત

દીકરાનું ઘર વૃધ્‍ધાશ્રમ ઢોલરા પ્રેરીત સંસ્‍થા સાહિત્‍ય સેતુ દ્વારા રાષ્‍ટ્રીય ગ્રંથાલય સપ્‍તાહ અંતર્ગત શ્રીમતી સરોજીની નાયડુ ગર્લ્‍સ હાઇસ્‍કુલના સહયોગથી ગ્રંથયાત્રાનું નવતર આયોજન કરાયુ હતુ. જે રીતે ભાગત સપ્‍તાહની પોથી યાત્રા નિકળે છે તે રીતે ગ્રંથની યાત્રા દરમિયાન રામાયણ, મહાભારત, ગીતાજી જેવા ગ્રંથોની પૂજા કરી યાત્રા યોજવામાં આવી હતી. ઢોલ, નગરાના તાલે આ યાત્રા નગરમાં નિકળી ત્‍યારે ઠેરઠેર તેનું ઉત્‍સાહભેર પૂજન કરી સ્‍વાગત થયુ કરાયુ હતુ. ૧૧ દીકરીઓએ માથા પર  અને હાથમાં પુસ્‍તકોનું મહત્‍વ દર્શાવતા સુત્રો લખેલા પોસ્‍ટરો ધારણ કર્યા હતા. સ્‍વામિનારાયણ ચોક, ગુરૂપ્રસાદ ચોક, દોશી હોસ્‍પિટલ રોડ, ગુણાતીતનગર, રામનગર, જયંત કે.જી.રોડ, માલવીયાનગર, અંબાજી કડવા પ્‍લોટ થઇ આ યાત્રા વિવિધ વિસ્‍તારોમાં ફરી હતી. જાણીતા ઉદ્યોગપતિ ગીરીશભાઇ કડવાણી, સ્‍ટેટ બેંકના નિવૃત્ત ચીફ મેનેજર શરદભાઇ દવે, સાહિત્‍ય મર્મી આર. પી. જોષી, મનસુખભાઇ ધોળકીયા, મહેન્‍દ્રભાઇ ઓઝા, જૈમનભાઇ બાસોપીયા, રમણભાઇ કોટક, ઉષાબેન બાસોપીયા, રાજેશભાઇ ભાતેલીયા વગેરેએ આ ગ્રંથયાત્રામાં જોડાઇને પોતાનો પુસ્‍તક પ્રેમ વ્‍યકત કર્યો હતો. સમગ્ર આયોજનને સફળ બનાવવા સાહિત્‍ય સેતુના અનુપમ દોશી, ડો. સોનલબેન ફળદુ, પંકજ રૂપારેલીયા, દિનેશભાઇ ગોવાણી, હસુભાઇ હાશ, જનાર્દન આચાર્ય, નૈષધભાઇ વોરા, દક્ષિણભાઇ જોષી, જયેન્‍દ્રભાઇ મહેતા, વિપુલભાઇ ભટ્ટ, મહેન્‍દ્રભાઇ વ્‍યાસ, પરિમલભાઇ જોષી, મહેશ જીવરાજાની, કિશોર ટાકોદરા સહભાગી બનેલ.

(3:53 pm IST)