Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

કોર્પોરેટરો-પૂર્વ કોર્પોરેટરોનું મતદાન

રાજકોટ : શહેર ચાર વિધાનસભા બેઠકો માટે ગઇકાલે મતદાન યોજાયુ હતું ત્‍યારે ભાજપના વોર્ડ નં. ૧૭ ના કોર્પોરેટર અનિતાબેન ગોસ્‍વામીએ નાદુરસ્‍ત તબીયત છતાં લોકશાહીના પર્વમાં પતિ ગૌતમભાઇ ગોસ્‍વામી સાથે મતદાન કરેલ. જયારે પૂર્વ કોર્પોરેટરો અનિલભાઇ મકવાણા અને બાલુબેન મકવાણાએ પુત્રી સાથે વોટીંગ કરેલ. જયારે વોર્ડ નં. રના પૂર્વ કોર્પોરેટર ધર્મેન્‍દ્રભાઇ મીરાણીએ પણ ધર્મપત્‍ની ચારૂબેન, પુત્રી પ્રાચી તથા પુત્ર અર્જુન સાથે મતાધિકારની ફરજ નિભાવી હતી.

(4:27 pm IST)