Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

કોલેજવાડીમાં ઘોડીપાસા રમતાં જાફર અને ફારૂક પકડાયાઃ ૩૧૫૦૦ની રોકડ કબ્‍જે

ક્રાઇમ બ્રાંચે બંનેને પકડયાઃ અન્‍ય દરોડામાં દારૂ સાથે ઉમંગ અને અમિત પકડાયા

રાજકોટ તા. ૩: કોલેજવાડી-૮માં રોગયલ નેસ્‍ટ એપાર્ટમેન્‍ટ સામે ઉભા રહી બે શખ્‍સો જાફર ઉર્ફ અકરમ ઇબાલભાઇ કીડીયા (મેમણ) (ઉ.૨૩-રહે. જામનગર રોડ હુડકો ક્‍વાર્ટર ૬૬, શેરી નં. ૩) તથા ફારૂક આમદભાઇ પારેખ (ઉ.૫૮-રહે. સદર બજાર જુમ્‍મા મસ્‍જીદ પાસે) ઘોડીપાસનો જૂગાર રમતાં હોઇ ડીસીબીની ટીમે પકડી લીધા હતાં.

પીએઇઆઇ એમ. જે. હુણ, હેડકોન્‍સ. દિપકભાઇ ચોૈહાણ, ભાવીનભાઇ રતન સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારેમળેલી ખાનગી હકિકતે આધારે આ દરોડો પાડવામાં આવ્‍યો હતો. આરોપીઓ પાસેથી રૂા. ૩૧૫૦૦ રોકડા તથા ઘોડીપાસા બે નંગ કબ્‍જે લીધા છે. ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના અને પીઆઇ જે. વી. ધોળાની રાહબરીમાં આ કામગીરી થઇ હતી.

ક્રિસ્‍ટલ મોલ પાસેથી ઉમંગ ૩ બોટલ દારૂ સાથે પકડાયો

કાલાવડ રોડ ક્રિસ્‍ટલ મોલવાળી શેરીમાંથી ઉમંગ સમીરભાઇ મોર (ઉ.૨૪-રહે. કર્મચારી સોસાયટી શેરી નં. ૧ બ્‍લોક નં. ૧૭-એ, યુનિવર્સિટી રોડ)ને રૂા. ૪૫૦૦ના ત્રણ બોટલ દારૂ સાથે એક્‍ટીવા જીજે૧૪પી-૮૭૮૧ સાથે પકડી લઇ કુલ રૂા. ૪૨૦૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરાયો હતો. એએસઆઇ આર. ડી. ગોહિલ, જયદિપસિંહ બોરાણા, ભરતસિંહ પરમાર, નિલેષભાઇ ડામોર, મૈસુરભાઇ સહિતની ટીમે આ કામગીરી કરી હતી.

જીવરાજ પાર્ક પાસેથી અમિત ૧ બોટલ સાથે પકડાયો

કાલાવડ રોડ પર જીવરાજ પાર્ક સી-૧૦૪, કસ્‍તુરી એવીયરીમાં રહેતાં અમિત રસિકભાઇ રાઠોડ (ઉ.૩૯)નેઅંબિકા ટાઉનશીપ પાસેથી રૂા. ૮૦૦ના એક બોટલ દારૂ સાથે તાલુકા પીઆઇ વી. વી. વાગડીયાની રાહબરીમાં પીએસઆઇ એન. કે. પુરોહીત, મોહસીનખાન, ધર્મરાજસિંહ રાણા સહિતે પકડી લીધો હતો

(3:50 pm IST)