Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

ધરમનગરમાં જાહેરમાં ધોકા વિંઝનારા ત્રણેય આરોપીને ગણતરીની કલાકોમાં ગાંધીગ્રામ પોલીસે દબોચી લીધા

ધરમનગર મેઇન રોડ પ્રીંજલ મીનરલ વોટર પ્લાંટ પાસે ત્રણ આરોપીઓએ લાકડાના ધોકા વડે માર માર્યાનો વિડિઓ વાયરલ થયા બાદ કાર્યવાહી

રાજકોટ :જાહેરમા લાકડાના ધોકા વડે એક શખ્શને ત્રણ શખ્શોએ માર મારેલ હોય જે અંગે થયેલ વીડીયો વાયરલ બાબતના ગુન્હામા ત્રણેય આરોપીઓને ગણતરીની કલાકોમા પકડી પાડી ગાંધીગ્રામ 2 યુનિ પોલીસ સ્ટેશન દ્વારા કાયદેસરની કાર્યવાહી કરાઈ છે

  ગત  રાત્રીના અગ્યારેક વાગ્યા આસપાસ રાજકોટ શહેર ધરમનગર મેઇન રોડ પ્રીંજલ મીનરલ વોટર પ્લાંટ પાસે એક શખ્સને ત્રણ શખ્સોએ લાકડાના ધોકા વડે મારમારી ઇજા કરેલ હોય જે બાબતે અત્રેના પો.સ્ટે. ખાતે ગુ.ર.નં. ૧૧૨૦૮૦૦૩૨૨૦ ૭૫૪ ઇ.પી.કો. કલમ ૩૨૩,૫૦૪,૧૧૪, જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧)મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જે ગુન્હા અનુસંધાને રાજકોટ શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ તથા ખાસ પોલીસ કમિશ્નર ખુર્શીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર સુધીરકુમાર દેસાઇ (ઝોન-૨) તથા મદદનીશ પોલીસ કમિશ્નર પી.કે.દિયોરા (પશ્ચિમ વિભાગ) નાઓએ સદરહુ ગુન્હાના આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે અમો પો.ઇન્સ. એ.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ યુનિ. પો.સ્ટેના માણસોએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન સદરહુ ગુન્હાના કામેના ત્રણેય આરોપીઓને લાકડાના ધોકા સહિત પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

  મારામારી કરનાર (૧)સુરાભાઇ વિહાભાઇ સાટીયા (ઉ.વ.૫૦) ( રહે. ધરમનગર મેઇન રોડ હરસિધ્ધી સોસા. રાજકોટ) (૨)કાનાભાઇ સુરાભાઇ સાટીયા( ઉ.વ.૨૭)( રહે ધરમનગર મેઇન રોડ હરસિધ્ધી સોસા. રાજકોટ )(૩) દિપેશભાઇ અશોકભાઇ મારૂ( ઉ.વ.૨૬)( રહે. ધરમનગર મેઇન આવાસ યોજના ક્વાટર્સ બ્લોક નં.૧૨/૩૩૫ રાજકોટ) ગુનાહિત ઇતીહાસ મજકુર નં.(૨) વિરૂધ્ધ ગાંધીગ્રામર(યુનિ.) પો.સ્ટે. ખાતે સે ગુ૨. નં ૧૩/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૩૨૩,૫૦૪, ૫૦૬(૨), ૧૧૪, જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧)મુજબ તથા (૨)પ્ર.નગર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૮૦૪૪૨૧૦૦૫૩/૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૧૮૮ મુજબ

 આ કામગીરીમાં અધિકારી/કર્મચારીઓ - અમો પોલીસ ઇન્સપેકટર એ.બી.જાડેજા તથા પો.સબ.ઇન્સ આર.એસ.પરમાર. પો.હેડ.કોન્સ. ઇકબાલભાઇ મોરવાડીયા, પો.કોન્સ. રોહિતસિંહ જાડેજા ગાંધીગ્રામ-૨ (યુની.) પો.સ્ટે. રાજકોટ શહેર જોડાયા હતા

(12:09 am IST)