Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

રાત્રે જમ્‍યા બાદ અંગદ અગાસી પર ગયો, અચાનક દોટ મુકી છલાંગ લગાવીઃ મોત

૮૦ ફુટ રોડ પટેલનગરનો યુવાન શ્રીહરિ ઇન્‍ડસ્‍ટ્રીયલ એરિયામાં ભાઇના ઘરે જમવા આવ્‍યા બાદ બનાવઃ મુળ યુપીનો વતનીઃ બે દિવસથી અંગદનુ વર્તન સાવ બદલાઇ ગયુ હતું

રાજકોટ તા. ૬: એંસી ફુટ રોડ પર પટેલનગરમાં રહેતો અંગદ નંદુભાઇ ચોૈહાણ (ઉ.વ.૧૭) નામના યુવાને થોરાળા વિસ્‍તારના શ્રી હરિ ઇન્‍ડસ્‍ટ્રીયલ એરિયામાં પોતાના ભાઇના ઘરે અગાસી પરથી ઓચીંતી છલાંગ લગાવી દેતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્‍યું હતું.
બનાવની જાણ થતાં થોરાળા પોલીસ મથકના પીએસઆઇ એચ. વી. વડાવીયા અને રવિભાઇએ ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ અંગત પટેલનગરમાં એકલો રહેતો હતો. તે પાંચ ભાઇમાં ચોથો હતો અને કારખાનામાં મજૂરી કરતો હતો.
મુળ યુપીનો નંદુ ગઇકાલે શ્રીહરિ ઇન્‍ડસ્‍ટ્રીયલ એરિયામાં માટેલ ઇન્‍ડસ્‍ટ્રીઝની ઓરડીમાં રહેતાં પોતાના મોટા ભાઇ પપ્‍પુના ઘરે જમવા આવ્‍યો હતો. અહિ રાતે જમ્‍યા બાદ તે અગાસીએ ગયો હતો. જ્‍યાં બીજા મજૂર પણ હતાં. અગાસીએ આટો માર્યા બાદ અચાનક નંદુએ દોટ મુકી હતી અને છલાંગ લગાવી દેતાં જીવ નીકળી ગયો હતો. પરિવારજનોના કહેવા મુજબ નંદુનું વર્તન છેલ્લા બે દિવસથી બદલાઇ ગયું હતું. તે સતત દોડાદોડી કરતો હતો. જમવા બેસે તો એકધારૂ ઘણુંબધું જમી લેતો હતો. ગત રાતે અચાનક અગાસીએથી છલાંગ મારી દીધી હતી. તેમ તેના સ્‍વજનોએ જણાવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે.

 

(11:12 am IST)