Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

સતત ત્રીજા દિ'એ ચાના થડા - ટેબલના દબાણો હટાવતુ મનપા તંત્ર : ૪૧ ચીજવસ્‍તુઓ જપ્‍ત

રાજકોટ : મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા અને સોલીડ વેસ્‍ટ દ્વારા મ્‍યુનિ. કમિશનર અમિત અરોરાની સુચનાથી નાયબ મ્‍યુનિ. કમિશનર એ.આર.સિંહનાં માર્ગદર્શન હેઠળ ફૂટપાથ પર રહેલા દબાણ દુર કરવાની ઝુંબેશ ચાલી રહી છે આજે શહેરમાં જુદી જુદી જગ્‍યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા ટી સ્‍ટોલ અને ટેબલ તથા અન્‍ય ચીજવસ્‍તુઓ જપ્તી કરવાની કામગીરી કરવામાં આવેલ છે. જેમ કે, જાહેર માર્ગ પર નડતર રૂપ ᅠટી સ્‍ટોલ અને અન્‍ય પરચુરણ ચીજવસ્‍તુ ૪૧ (શિવ ચાઈનિઝ) તે નિર્મલા રોડ,ᅠચંદ્રેશનગર મેઈન રોડ,ᅠમવડી રોડ,ᅠશાષાી મેદાન સામે,ᅠબસ સ્‍ટેશન સામે,ᅠઢેબર રોડ,ᅠયાજ્ઞિક રોડ વિરાણી ચોકᅠપરથીᅠજપ્ત કરવામાં આવ્‍યા હતા તેમજ ફૂટપાથ પર વધુ પડતું દબાણ, ડ્રેનેજ ચોક અપ અને ગંદકી ફેલાવવા બાબતે સોલીડ વેસ્‍ટ મેનેજેમેન્‍ટ શાખા દ્વારા કનૈયા સમોસાᅠએન્‍ડᅠદીલ્લી ચાટ (વિરાણી ચોક)ને સીલ કરવામાં આવી હતી.

(3:27 pm IST)