Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

સી.આર. પાટીલ કાલે રાજકોટમાં નવનિર્મિત ભાજપ કાર્યાલયની મુલાકાત લેશે, કાર્યકરો સાથે બેઠક

‘ધ જીમ વર્લ્‍ડ'ના ઓપનીંગમાં અને ઉપલાકાંઠે આયોજીત સમૂહલગ્નમાં હાજરી આપશે

રાજકોટ, તા. ૪ : પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ આવતીકાલે રાજકોટ આવી રહ્યા છે. તેઓ ઢગલાબંધ કાર્યક્રમોમાં હાજરી આપનાર છે.

શ્રી સી.આર. પાટીલ આવતીકાલે તા.૫ના રવિવારે બપોરે ૩ વાગ્‍યે રાજકોટ એરપોર્ટ ખાતે પહોચશે ત્‍યારબાદ સીધા જ ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર શીતલ પાર્ક ચોકડી નજીક આવેલ નવનિર્મિત ભાજપના કાર્યાલયની મુલાકાત લેશે ત્‍યારબાદ સાંજે ૪ વાગ્‍યે હેમુ ગઢવી હોલ ખાતે ભાજપના કાર્યકરો સાથે બેઠક કરશે. ત્‍યારબાદ સાંજે ૫:૧૫ વાગ્‍યાથી મવડી ચોકડી ખાતે જીથરીયા હનુમાન મંદિર પાસે આવેલ ‘ધ જીમ વર્લ્‍ડ'ના ઓપનીંગ પ્રસંગે હાજરી આપશે. તેમજ સાંજે ૬ વાગ્‍યાથી ગ્રીન લેન્‍ડ ચોકડી ખાતે સ્‍વ.વિઠ્ઠલભાઈ રાદડીયાની સ્‍મૃતિમાં આયોજીત સમૂહલગ્નમાં ઉપસ્‍થિત રહેશે તેમ શહેર ભાજપ અધ્‍યક્ષ કમલેશભાઈ મિરાણીએ જણાવ્‍યુ છે.

(3:37 pm IST)