Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

આપણે આપણા પરિવાર માટે પોતાનામાં સુધારો કરતાં અચકાવું નહી

ભૂલો ભલે બીજુ બધુ મા- બાપને ભૂલશો નહિ એ આપણી સંસ્‍કૃતિ છેઃ પૂ.અપૂર્વમૂનિ સ્‍વામી * કાલે ‘હમ ચલે તો હિન્‍દુસ્‍તાન ચલે' વિષય ઉપર વકતવ્‍ય

રાજકોટઃપ.પૂ.પ્રમુખસ્‍વામી મહારાજના શતાબ્‍દી વર્ષ ઉપક્રમે બીએપીએસ સ્‍વામિનારાયણ મંદિર રાજકોટ દ્વારા  રેસકોર્સ ગ્રાઉન્‍ડમાં બીએપીએસ સંસ્‍થાના તેજસ્‍વી અને ઓજસ્‍વી વક્‍તા સંત પૂ.અપૂર્વમુનિ સ્‍વામીનાં વ્‍યાસાસ્‍થાને ‘‘માનવ ઉત્‍કર્ષ મહોત્‍સવ''નાં તૃતીય દિને પૂ.અપૂર્વમુનિ સ્‍વામીએ ‘મિલે સૂર મેરા તુમ્‍હારા (તમારા સંબંધો - તમારી સંવાદિતા)' વિષયક પારિવારિક વકતવ્‍યનો લાભ આપી પરિવારને એક તાંતણે બાંધી રાખવાની અદભૂત શીખ આપી હતી.વિશ્વમાં છેલ્લા બે દાયકાઓમાં કોઈ એક વિષય પર સૌથી વધારે રિસર્ચ કરવામાં આવ્‍યું હોય તો એ છે ‘હ્યુમન રીલેશન.' માનવ વ્‍યકિતગત ઉત્‍કર્ષ કરી રહ્યો છે પરંતુ પોતાની સફળતાની સિદ્ધિઓમાં અંધ બની ગયેલ માણસ, પરસ્‍પર માનવીય સંબંધોને મજબુત કરવામાં નિષ્‍ફળ નીવડ્‍યો છે. પરિણામે પરિવાર-પરિવાર વચ્‍ચે, ભાઈ-ભાઈ વચ્‍ચે અને સાસુ-વહુ વચ્‍ચે દિન પ્રતિદિન ઝઘડાઓમાં વધારો થઇ રહ્યો છે. શાંત અને સદ્‌ગુણી કહેવાતા પરિવારો આજે છિન્‍ન-ભિન્‍ન થઇ રહ્યા છે.

આવા સમયે માનવીય સંબંધોને પુનઃ સ્‍થાપિત કરી પરિવારમાં શાંતિ અને સંપનું વાતાવરણ ખડું કરી શકે તેવા જડીબુટ્ટીરૂપ ૬ પાઠો પૂ.અપૂર્વમુનિ સ્‍વામીએ શિખવ્‍યા હતા. જેના અંશો આ મુજબ છે.

(૧) પરિવારને પ્રેમ કરીએઃ-  પરિવારને પ્રેમ કરવો એટલે એમને યાદ કરવો, તેને સમય આપવો.  જ્જ બહારના લોકો તમારી સત્તા, પ્રતિષ્ઠાને લીધે તમને ચાહશે. પરંતુ પરિવારના લોકો તમે ફકત તેમના છો તેટલા માટે પ્રેમ કરે છે. તમારી પાસે કશું જ નહિ હોય છતા તમારો પરિવાર તમને અગવડતામાં ટકાવી રાખશે.  જ્જ દુઃખ, બિમારી, સુખ, પ્રતિષ્ઠા, અપમાન દરેક સમયે પરિવારને યાદ કરો.  જ્જ રોજ ઘરના સભ્‍યો સાથે બેસીએ, ચર્ચા કરીએ, ઘર સભા કરીએ.

(૨) પરિવારને વફાદાર રહીએઃ-  પરિવારજનો સાથે ક્‍યારેય કપટ ન કરીએ, ખોટું ન બોલીએ.  જ્જ વફાદારી એટલે બોલ્‍યા પછી ક્‍યારેય ખોટું પડવા ન દેવું.

(૩) પરિવારની સંભાળ રાખીએઃ- ‘ભૂલો ભલે બીજું બધું માં-બાપને ભૂલશો નહી' એ આપણી સંસ્‍કૃતિ છે. જ્જ સત્‍ય વાત પણ અયોગ્‍ય સમયે કહેવામાં આવે તો સંબંધો બગડે છે.

(૪) પરિવાર માટે સહન કરીએઃ-  પરિવારના સભ્‍યોના સ્‍વભાવ, પ્રકૃતિ બધું સહન કરતા શીખીએ, માફ કરતા શીખીએ. જ્જSaying sorry doesn’t mean that you are wrong but it means you value the person more than your saying. જ્જ ગેસ પર તપેલી તપેલી હોય જ, તેને સાણસી કે કપડાંથી પકડાય; પછી ફરિયાદ ન કરાય કે તપેલીએ દજાડ્‍યો પણ તપેલીએ નહી, આપણી ભૂલે દજાડ્‍યા છે. એમ માણસો અલગ અલગ સ્‍વભાવના હશે પરંતુ તેને હેન્‍ડલ કરતા આવડવું જોઈએ.

(૫) પરિવારનું ગૌરવ વધારીએઃ- જ્જ આપણી હાર-જીત એ આપણી નથી પરંતુ પરિવારની હાર-જીત છે. તો એવું ન કરીએ કે પરિવારનું નામ ડૂબે. જ્જ સંસ્‍કારોથી પરિવારનું ગૌરવ વધારીએ. જ્જ ઘરને મંદિર બનાવીએ તો સંબંધો સારા રહે છે.

(૬) પરિવાર માટે સુધારો કરીએઃ- આપણે આપણા પરિવાર માટે ખુદમાં સુધારો કરતા અચકાવું નહી. જ્જ પરિવાર માટે ત્‍યાગ કરવું પડે તો કરવો. જ્જ ખાણીપીણી નહિ વાણી બદલવાની જરૂર છે. જ્જ સાધનો નહિ સ્‍વભાવ બદલવાની જરૂર છે. જ્જ બીજાને સમજાવવાનો નહી પણ સમજવાનો આગ્રહ રાખવો.જ્જ ‘who is right નહીં પણ what is right' પર જવું. જેના માટે સાચો સંગ કરવો, સત્‍સંગ કરવો.

આવતીકાલે મહોત્‍સવનાં ચતુર્થ દિને ‘હમ ચલે તો હિન્‍દુસ્‍તાન ચલે' વિષયક ભારતીય અસ્‍મિતાથી સભર વક્‍તવ્‍યથી પૂ.અપૂર્વમુનિ સ્‍વામી લાભાન્‍વિત કરશે.

(3:39 pm IST)